સ્ટારડમને ઓછુ ક્યારેય ન આંકવુ :સલમાન ખાન

સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલ અભિનેતા સલમાન ખાન
By: admin   PUBLISHED: Fri, 29 Dec 2017 11:12:16 +0530 | UPDATED: Fri, 29 Dec 2017 11:12:16 +0530

બજરંગી ભાઈજાન અને સુલ્તાન બાદ ટાઈગર જિંદા હૈ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલ અભિનેતા સલમાન ખાનનું કહેવુ છે કે કોઈ ફિલ્મમાં સુપરસ્ટાર હોય તો તે ફિલ્મની સફળતા માટેની ગેરેન્ટી નથી બની જતો. સલમાન ખાને જણાવ્યુ કે, લોકો પહેલા કહેતા હતા કે સલમાન માત્ર સ્ક્રિન પર ઉભો હોય તો ફિલ્મ સુપરહિટ થઈ જશે, પરંતુ ટ્યુબલાઈટન ચાલી. આનાથી સાબિત થાય છે કે કોઈએ સ્ટારડમને ઓછુ ન આંકવુ જોઈએ.

સલમાને વધુમાં જણાવ્યુ કે, કોઈ ફિલ્મની કાસ્ટિંગ એ વાતની ગેરેન્ટી નથી આપી શકતી કે તે ફિલ્મ સફળ થઈ જ જશે. એટલે જ તમામ લોકો પર સારુ પર્ફોમન્સ કરવાનુ દબાણ રહે છે. મોટો હીરો બનવાથી કે ખૂબ મોટી સંખ્યામાં પ્રશંસક હોવાથી કંઈ નથી થવાનુ. તમારે તમારુ પ્રદર્શન સારુ આપવુ પડશે. સલમાને જણાવ્યુ કે, જ્યારે પણ મારા પ્રશંસકો મારી ફિલ્મ નિહાળે છે તો તેઓ તેને એન્જોય કરવા માંગે છે. મારા પ્રશંસકો ટ્યુબલાઈટ જેવી ફિલ્મ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.