સલમાન વધુ એક કોરિયન ફિલ્મની રીમેકમાં ચમકશે

હાલ ઓડ ટુ માય ફાધર નામની ફિલ્મની રીમેકમાં દેખાશે
By: admin   PUBLISHED: Sat, 09 Feb 2019 14:21:32 +0530 | UPDATED: Sat, 09 Feb 2019 14:21:32 +0530

ફિલ્મમાં સ્ટાઇલિસ્ટ જાસુસની ભૂમિકામાં દેખાશે

બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાન હવે નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. તેની ભારત ફિલ્મ ઇદના પ્રસંગે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આવી સ્થિતીમાં તેની પાસે વધુ એક કોરિયન ફિલ્મની રીમેકમાં કામ કરવા માટેની ઓફર આવી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ સલમાન ખાન હવે દક્ષિણ કોરિયરન જાસુસી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. જેની હિન્દી રીમેક બનાવવા માટેની તમામ તૈયારી કરી લેવામા ંઆવી છે. અધિકારોને લઇને વાત થઇચુક છે.

ફિલ્મમાં તે સ્ટાઇલિસ્ટ જાસુસની ભૂમિકામાં નજરે પડનાર છે. અતુલ અગ્નિહોત્રી અને તેમના બેનરના સીઇઓ નિખિલ નામિત દ્વારા તમામને પાછળ છોડીને કોરિયન પ્રોડક્શન કંપનીની પાસેથી ફિલ્મના અધિકાર મેળવી લીધા છે. નવી ફિલ્મમાં સલમાન ખાન વધુ સ્ટાઇલિસ્ટ અંદાજમાં નજરે પડનાર છે. હાલમાં ભારતના શુટિંગને વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

આ ફિલ્મના કામો પૂર્ણ કરવામાં આવ્યા બાદ આ કોરિયન જાસુસી ફિલ્મની રીમેક પર કામ હાથ ધરવામાં આવનાર છે. સલમાન ખાન હાલમાં અલી અબ્બાસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ભારતમાં કામ કરી રહ્યો છે. ત્યારબાદ તે દબંગ-૩ ફિલ્મ માટે શુટિંગ કરવામાં આવનાર છે. દબંગ- ૩ ફિલ્મના શુટિંગને ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે.

દબંગના તમામ કલાકારોની પસંદગી કરી લેવામાં આવ્યા બાદ હવે શુટિંગ આગળ વધશે. કોરિયન રિમેક ફિલ્મને લઇને બોલિવુડના અન્ય નિર્માતા નિર્દેશકો દ્વારા પણ અધિકારો ખરીદી લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે સફળતા હાથ લાગી ન હતી. જે કોરિયન ફિલ્મની રીમેક બની રહી છે તે કોરિયાની હજુ સુધીની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ તરીકે સાબિત થઇ હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.