ગોવિંદાની પુત્રીને લોન્ચ કરવા બાબતે સલમાને કોઈ ખાસ રસ ન દાખવ્યો

પાર્ટનરની સિક્વલથી ધૂમ મચાવશે સલમાન-ગોવિંદા
By: admin   PUBLISHED: Wed, 10 Jan 2018 19:35:48 +0530 | UPDATED: Wed, 10 Jan 2018 19:35:48 +0530

 મુંબઈ.

સપુરસ્ટાર સલમાન ખાન અને ગોવિંદાની સુપરહિટ કોેમેડી ફિલ્મ પાર્ટનરના બીજા ભાગને લઈ અટકળો તેજ બની છે. આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે બન્ને કલાકાર એકસાથે આ ફિલ્મમાં નજરે નહીં પડે, કારણકે સલમાન અને ગોવિંદા વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ પાછળનુ કારણ ગોવિંદાની પુત્રીને લોન્ચ કરવા બાબતે સલમાને કોઈ ખાસ રસ ન દાખવ્યો હોવાનુ મનાઈ રહ્યુ છે.

ગોવિંદાની ઈચ્છા હતી કે સલમાન તેની પુત્રી નર્મદાને દબંગમાં ચમકાવે પરંતુ સલમાને આ ફિલ્મમાં શત્રુઘ્નસિંહાની પુત્રી સોનાક્ષીને ચમકાવી હતી, જેને લઈ બન્નેના સંબંધોમાં કડવાશ ઉભી થઈ હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી બન્નેના સંબંધો ફરી સારા બન્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ, બન્ને કલાકાર છેલ્લે પાર્ટનર ફિલ્મમાં નજરે પડ્યા હતા. ત્યારે હવે આ હિટ ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયારી શરુ કરવામાં આવી હોવાનુ મનાઈ રહ્યુ છે. ગોવિંદા તાજેતરમાં કિલ દિલ અને હેપ્પી એન્ડિંગ તથા રણબીર કપુરની સુપર ફ્લોપ ફિલ્મ જગ્ગા જાસુસમાં પણ નજરે પડ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.