શાસ્ત્રી, સચિન બીજી ટેસ્ટની ઘંટ વગાડી કરાવશે શરુઆત

છેલ્લા ૧૦ વર્ષમાં અત્યાર સુધી ભારતના ૬ ખેલાડીઓને લોડ્‌ર્સ ખાતે ઘંટ વગાડવાનુ બહુમાન મળી ચુક્યુ છે
By: admin   PUBLISHED: Wed, 08 Aug 2018 22:23:12 +0530 | UPDATED: Wed, 08 Aug 2018 22:23:12 +0530

લોડ્‌ર્સના ગ્રાઉન્ડમાંમાં ચાલી આવે છે પરંપરા

પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમ આવતીકાલથી શરુ થનાર બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે જીત મેળવી શ્રેણીમાં ૧-૧ની બરાબરી કરવાના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ૩૧ રને વિજય મેળવ્યો હતો. આવતીકાલથી શરુ થઈ રહેલ બીજી ટેસ્ટ મેચ લોડ્‌ર્સ ખાતે રમાશે. ભારતીય ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી લોડ્‌ર્સમાં શરુ થઈ રહેલ બીજી ટેસ્ટમાં ઘંટ વગાડશે અને મેચનો પ્રારંભ કરાવશે.

 આ અંગેની જાણકારી ક્રિકેટના મક્કા ગણાતા આ ગ્રાઉન્ડના પ્રશાસન અધિકારી હ્યુગો બર્નાડે અઆપી છે. લોડ્‌ર્સ ખાતે ટેસ્ટ મેચ શરુ થવાની ૫ મિનિટ પહેલા  જાણીતા ક્રિકેટર, ક્રિકેટના કોઈ અધિકારી અથવા રમતની જાણીતી વ્યક્તિ દ્વારા ઘંટ વગાડવાનો રીવાજ છેલ્લા ૧૧ વર્ષથી અસ્તિત્વમાં છે.

હ્યુગો બર્નાડે જણાવ્યુ હતું કે, પહેલા દિવસે ટેસ્ટ મેચની શરુઆત તેંડુલકર ઘંટ વગાડે પછી થશે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રવિ શાસ્ત્રીને આ ઘંટ વગાડવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે.  છેલ્લા ૧૦ વર્ષમાં અત્યાર સુધીમાં ભારતના ૬ ખેલાડીઓ અહીં લોડ્‌ર્સ ખાતે ઘંટ વગાડી ચુક્યા છે.

ભારતના જે છ ખેલાડીઓ આ મેદાન પર ઘંટ વગાડવાનુ બહુમાન મેળવી ચુક્યા છે તેમાં સુનિલ ગાવસ્કર, ટાઈગર પટોડી, દિલીપ વેંગેસ્કર, રાહુલ દ્રવિડ, કપિલ દેવ અને સૌરવ ગાંગુલીનો સમાવેશ થાય છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.