પાકિસ્તાન, ચીનને ઝટકો: એનએસજીમાં ભારતની દાવેદારીને રશિયાનુ સમર્થન

રશિયાએ ભારતની દાવેદારીને પાકિસ્તાન સંદર્ભે જોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો-ચીનની વાત માનવાનો પણ ઈન્કાર
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 15:14:41 +0530 | UPDATED: Thu, 07 Dec 2017 15:14:41 +0530

પાકિસ્તાન અને ચીનને મોટો ઝટકો

ગુજરાતીમાં એક કહેવત છે કે બે નવા મિત્રો કરતા એક જુનો મિત્ર વધુ સારો. રશિયાએ આજે ચીન અને પાકિસ્તાનને આ કહેવત સારી રીતે સમજાવી દીધી છે. રશિયાએ ચીન અને પાકિસ્તાનને ઝટકો આપતા એનએસજીમાં સભ્ય પદ માટે ભારતને ખુલીને સમર્થન જાહેર કર્યુ છે.

એટલુ જ નહીં રશિયાએ જણાવ્યુ છે કે એનએસજી મુદ્દે ભારતની દાવેદારીને પાકિસ્તાન સાથે જોડીને જોેઈ શકાય નહીં. ભારત લાંબા સમયથી એનએસજીમાં જોડાવા માટે માંગ કરી રહ્યુ છે. જોકે ચીનના વિરોધના કારણે તે હજી શક્ય બન્યુ નથી. ચીનનો પક્ષ છે કે ૪૮ દેશોની સભ્યતા ધરાવતા એનએસજી ગ્રુપમાં  વૈશ્વિક પરમાણુ નિષેધ સંધિ પર સહી કરનાર દેશોને જ સભ્ય પદ મળવુ જોઈએ.

એનએસજી ગ્રુપ આંતરરાષ્ટ્રીય સ્તર પર પરમાણુ વેપાર નિયંત્રિત કરે છે. ત્યારે ભારતની દાવેદારી સામે ચીનના વિરોધને પાકિસ્તાન સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.  ત્યારે રશિયાના ઉપમુખ્યમંત્રી સરગેઈ રયાબકોવાએ ભારતના વિદેશ સચિવ એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત બાદ રયાબકોવાએ જણાવ્યુ હતું કે, એનએસજીમાં ભારતની દાવેદારી માટે પાકિસ્તાન તરફથી અરજી કરવામાં આવે તે કોઈ જરૂરી નથી. પાકિસ્તાનને ભારતની દાવેદારી સાથે જોડીને જોઈ શકાય નહીં. આ પહેલા પણ રશિયાના નેતાઓ દ્વારા જાહેરમાં એનએસજી મામલે ભારતનુ સમર્થન કરતા નિવેદન આપવામાં આવ્યા છે.  ત્યારે વધુ એક વખત રશિયાએ આ મામલે પોતાના નવા બે મિત્ર ચીન અને પાકિસ્તાનનો પક્ષ લેવાની જગ્યાએ પોતાના જુના મિત્ર ભારતનો પક્ષ લીધો છે.

મહત્વનુ છે કે એમસી મેરીકોમે બોક્સિંગ માટેના નેશનલ સ્પોટ્‌સ નિરીક્ષક પદેથી ૧૫ દિવસ પહેલા જ પોતાનુ રાજીનામુ આપી દીધુ હતું. 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.