જો ભૂતકાળમાં કોઈએ ખોટુ કામ કર્યુ છે તો તેને વર્તમાનમાં લાવવા અને તે ભણાવવાની જરુર નથી : સંઘ ઈતિહાસ વિંગ

જેનાથી ખરાબ શીખવા મળે તે ભણવાની જરુર જ નથી: સંઘ
By: admin   PUBLISHED: Thu, 12 Jul 2018 00:00:15 +0530 | UPDATED: Thu, 12 Jul 2018 00:00:15 +0530

સંઘ બદલવા માંગે છે ઈતિહાસની વ્યાખ્યા

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની ઈતિહાસ વિંગ હવે ઈતિહાસની વ્યાખ્યા બદલવા પર કામ કરી રહી છે. સંઘના સંગઠન અખિલ ભારતીય ઈતિહાસ સંકલન યોજનાનું કહેવુ છે કે અત્યાર સુધી જેને ઈતિહાસ કહેવામાં આવે છે તેના કારણે ઈતિહાસ નિરાશાજનક વિષય બની ગયો છે. જ્યારે ઈતિહાસ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થની સાબિતી આપે છે.

સંઘના સંગઠનની એ પણ સલાહ છે કે સમાજમાં આવેલ ખરાબી દૂર કરવા માટે બાળકોને શરુઆતથી જ સ્ત્રીલિંગ-પુર્લિંગ બતાવવાની જગ્યાએ માતૃલિંગ-પિતૃલિંગ બતાવવામાં આવે અને આજ ભણાવવામાં આવે. ઈતિહાસ સંકલન યોજના ઈતિહાસને પરિભાષિત કરવા માટે એક આંતરરાષ્ટ્રીય સંમેલનની તૈયારી કરી રહ્યુ છે. જેમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવશે અને પછી આ સાથે સંકળાયેલ પુસ્તક પ્રકાશિત કરવામાં આવશે.

ઈતિહાસ સંકલન યોજનાના સંગઠન મંત્રી બાલમુકુંદે આ અંગે વાત કરતા જણાવ્યુ કે, અત્યાર સુધી વીતેલા સમયની વાર્તા અને વીતેલા સમયના પુરાવાને જ ઈતિહાસ કહેવામાં આવે છે. પરંતુ અમારુ માનવુ છે કે ઈતિહાસ ભૂતકાળથી વર્તમાનમાં જોડીને ભવિષ્યની રચના કરે છે. સંઘ પ્રચારકે જણાવ્યુ કે, જો ભૂતકાળમાં કોઈએ ખોટુ કામ કર્યુ છે તો તેને વર્તમાનમાં લાવવાની ક્યાં જરુર છે. જેનાથી સારુ શીખવા મળે છે તેને જ વાંચવુ જોઈએ અને તેને જ અભ્યાસમાં સામેલ કરવુ જોઈએ.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.