શશીકલાના સંબંધીઓની પાસે ૧૪૩૦ કરોડની બેનામી સંપત્તિ

આઈટી વિભાગે દિનાકરણ અને જયા ટીવીના ચેરમેન વિવેક જયરમનને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 13:43:58 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 22:12:24 +0530

આઈટીના દરોડામાં સામે આવી વિગત

તમિલનાડુમાં એક સમયે સત્તાનુ કેન્દ્ર રહી ચુકેલ એઆઈએડીએમકેના નેતા શશીકલા પર ઈન્કમટેક્સ વિભાગનો શિકંજો મજબુત બની રહ્યો છે. ઈન્કમટેક્સ વિભાગે શશીકલા, તેના સહયોગીઓ અને સંબંધીઓના વિવિધ સ્થળોએ પાડેલ દરોડા દરમિયાન ૧૪૩૦ કરોડની અઘોષિત આવક મળી આવી છે. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ ટેક્સ ચોરીની શંકાના આધારે ગત ગુરુવારથી તમિલનાડુના વિવિધ ૧૮૭ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ તમામ સ્થળો શશીકલાની તમિલ ચેનલ જયા ટીવી સાથે જોડાયેલ હતા.

ચેન્નાઈના એક વરીષ્ઠ ટેક્સ અધિકારીએ જણાવ્યુ હતું કે, દરોડા દરમિયાન સાત કરોડ રૂપિયાની રોકડ અને ૫ કરોડની કિંમતના ઘરેણાં મળી આવ્યા હતા. આમ પણ શશીકલા અત્યારે આવક કરતા વધુ સંપત્તિ મામલે બેંગ્લુરુની જેલમાં બંધ છે.  ત્યારે દરોડા દરમિયાન મળી આવેલ અઘોષિત સંપત્તિને લઈ પૂછપરછ માટે ટેક્સ અધિકારીઓએ શશીકલાના ભત્રીજા ટીટીવી દિનાકરણ અને જયા ટીવીના પ્રમુખ વિવેક જયરમન સમન્સ ફટકારી પૂછપરછ માટે બોલાવ્યા છે.

ઈન્કમટેક્સ વિભાગના સુત્રોના મતે જયરમનના ૧૦૦થી વધુ બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. આ બધા જ બેંક એકાઉન્ટ અલગ-અલગ ડમી કંપનીઓના નામે ચાલી રહ્યા હતા. આઈટી વિભાગે સર્ચ ઓપરેશન તમિલનાડુ ઉપરાંત પોંડીચેરી, બેંગ્લુરુ અને હૈદરાબાદ સુધી લંબાવ્યુ છે. 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.