ગઠબંધન પહેલા RLDએ દબાણ વધારી દેતા પડકાર

મુલાયમ તેમજ અખિલેશની તકલીફ વધે તેવી સંભાવના
By: admin   PUBLISHED: Fri, 11 Jan 2019 23:27:55 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 23:27:55 +0530

ત્રણના બદલે છ સીટની માંગ કરવામાં આવી

લોકસભા ચૂંટણીને લઇને ઉત્તરપ્રદેશમાં આવતીકાલે મહાગઠબંધનની જાહેરાત કરવામાં આવનાર છે ત્યારે રાષ્ટ્રીય લોકદળે દબાણ વધારી દીધું છે. રાષ્ટ્રીય લોક દળ આ જાહેરાતથી એક દિવસ પહેલા જ સીટોને લઇને જોરદાર દાવ રમી કાઢ્યો છે. માયાવતી અને અખિલેશની ફોર્મ્યુલાથી નાખુશ થયેલા આરએલડીએ પોતાના માટે છ સીટની વાત કરી છે.

આરએલડીના પ્રદેશ અધ્યક્ષ મસુદ અહેમદનું કહેવું છે કે, તેમની પાર્ટી પ્રદેશની છ સીટો ઉપર ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. અહેમદે કહ્યું હતું કે, મહાગઠબંધન માટે શનિવારના દિવસે માયાવતી અને અખિલેશની યોજાનારી પત્રકાર પરિષદ માટે પાર્ટીને આમંત્રણ મળ્યું નથી. પાર્ટીના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી આવતીકાલે લખનૌમાં રહેશે.

એમ માનવામાં આવે છે કે, બંને નેતાઓ સાથે મુલાકાત કરીને આ સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. જયંત ચૌધરી આ પહેલા અખિલેશની મંગળવારે વાતચીત કરી ચુક્યા છે. આરએલડી વડા અજીતસિંહને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે, ગઠબંધનના સાથી પક્ષો સાથે વાતચીત કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી આ ગઠબંધનનો હિસ્સો રહેશે નહીં.

સુત્રોના કહેવા મુજબ માયાવતી આરએલડીને ત્રણ કરતા વધારે સીટો આપવા માટે તૈયાર નથી જ્યારે આરએલડી ઓછામાં ઓછી ૬ સીટો ઇચ્છે છે. ગઠબંધન હેઠળ મથુરા, બાગપત, મુઝફ્ફરનગરની સીટો આરએલડીને આપવામાં આવી શકે છે પરંતુ પાર્ટી વધારે સીટો ઇચ્છે છે. પાર્ટી હાથરસ, અમરોહા અને કેરાના સીટની પણ માંગ કરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.