હવે મને પૈસા કમાવવામાં બિલકુલ રસ નથી : અભિનેત્રી રીયા સેન

હું એવુ પાત્ર ભજવવા માંગુ છું જે મને ઉત્સાહિત કરે, હું કામનો આનંદ લેવા માંગુ છું : રીયા
By: admin   PUBLISHED: Wed, 23 May 2018 22:26:12 +0530 | UPDATED: Wed, 23 May 2018 22:26:12 +0530

પૈસા કરતા સારુ પાત્ર વધારે મહત્વનું

બોલીવુડ અભિનેત્રી રીયા સેન તાજેતરમાં હિન્દી ફિલ્મોમાં તેની ફિક્સ થતી જતી ઈમેજના કારણે નાખુશ જણાઈ રહી છે અને તે પોતાના કરીયરમાં વિવિધતા લાવવા માંગે છે.

સ્ટાઈલ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી આ ૩૫ વર્ષીય અભિનેત્રીએ જણાવ્યુ હતું કે, બોલીવુડમાં ૧૭ વર્ષ સુધી કામ કર્યા બાદ હવે મારુ ધ્યાન પૈસા કમાવવા પર નથી. એવા પાત્ર ભજવવા માંગુ છુ જે મને ઉત્સાહિત કરે અને હું મારા કામનો આનંદ ઉઠાવવા માંગુ છું.  જો તમે પોતાના કામનો આનંદ ન લઈ શકો તો તમારે તે કામ છોડી દેવુ જોઈએ.  રીયા સેન અત્યારે બંગાળી ફિલ્મ ડાર્ક ચોકલેટમાં શીના બોરાની ભૂમિકા ભજવી રહેલ છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે.

આ અંગે તેણે જણાવ્યુ હતું કે, એ આનંદની વાત છે કે આ રીલીઝની આડે અત્યાર સુધી કોઈ કાયદાકીય ગુંચવણ ઉભી થઈ નથી. મને અત્યાર સુધી આ ફિલ્મને લઈ કોઈ વિવાદ થયો હોય તેવી માહિતી મળી નથી. આ ઉપરાંત શીના બોરા તેની અંગત જીંદગીમાં કેવી હતી તે પણ મને ખબર નથી. મેં તો માત્ર ડાયરેક્ટરના આદેશનુ પાલન કર્યુ છે.  આશા રાખુ છુ કે દર્શકોને મારુ પાત્ર પસંદ પડશે.  

ઉલ્લેખનીય છે કે, સ્વર્ગસ્થ રીતુપર્ણા ઘોષની ફિલ્મ નૌકાબંધી ફિલ્મમાં ભજવેલ પાત્ર એ રીયા સેનનું અત્યાર સુધીનું બંગાળ ફિલ્મનું સૌથી બેસ્ટ પાત્ર છે અને આવુ પાત્ર તે હિન્દી ફિલ્મોમાં પણ ભજવવા માંગે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.