Wednesday,19 September 2018,09:28:25

આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા ૧૯ એપ્રિલથી શરુ

શહેરી વિસ્તારમાં ૧.૬૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ આવક મર્યાદા નક્કી કરવામાં આવી
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 22:58:56 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 22:58:56 +0530

૧ લાખ વિદ્યાર્થીને પ્રવેશનુ લક્ષ્યાંક

ગરીબ અને વંચિત જુથના બાળકો પણ સારામાં સારુ શિક્ષણઆ મેળવે તે હેતુસર આરટીઈ કાયદો અમલી છે ત્યારે રાજ્યમાં એક લાખથી વધુ બાળકોને એડમિશન આપવાનો લક્ષ્યાંક સરકાર દ્વારા મુકવામાં આવ્યો છે. આગામી ૧૯ એપ્રિલથી ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી શરુ થશે. શિક્ષાના અધિકાર કાયદા અંતર્ગત ચાલુ વર્ષે આવક મર્યાદામાં ફેરફાર કરાયો છે.

શહેરી વિસ્તારમાં વાલીઓ માટે આવક મર્યાદા ૧ લાખ ૬૦ હજાર જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વાલીઓ માટે આવક મર્યાદા ૧ લાખ ૨૦ હજાર નક્કી કરાઈ છે. આ વર્ષે રાજ્ય સરકારે ૯૮૪૦ સ્કુલોમાં એક લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો લક્ષ્યાંક રખાયો છે. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા આગામી ૧૯મી એપ્રિલથી શરુ થવાની છે. જૂનના પ્રથમ સપ્તાહમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક શિક્ષણ વિભાગે સેવ્યો છે.

અમદાવાદ શહેરી વિસ્તારની ૮૪૫ સ્કુલોમાં ૧૩ હજાર જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૮ હજારથી વધુ એમ કુલ ૨૧ હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. જોકે ગત્ત વર્ષે ખોટા દસ્તાવેજો ઉભા કરીને અનેક લોકોએ એડમિશન લીધા હતા ત્યારે આ વર્ષે મામલતદાર અને ટીડીઓના જ આવકના પુરાવાઓ માન્ય રાખવાની જાહેરાત વિભાગે કરી છે. ખોટા દસ્તાવેજો  રજુ કરી એડમિશન લેનાર ૫૩૪ ફરીયાદ શિક્ષણ વિભાગને મળી હતી. જેમાંથી ૧૯૪ જેટલા વાલીઓ સામે જે તે ડીઈઓ દ્વારા કાર્યવાહી કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.