ડિસેમ્બરમાં રીટેલ મોંઘવારી દર વધીને ૫.૨૧ ટકા થયો

ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી દર ૪.૯૬ ટકા, શાકભાજીમાં ૨૯.૧૩ ટકા રહ્યો : શહેરી વિસ્તારમાં ૮.૨૫ ટકા રહ્યો
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 21:42:09 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 21:42:09 +0530

બજેટ પહેલા સરકારને મોંઘવારીનો ઝટકો

સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ વિભાગ દ્વારા આજે ડિસેમ્બર મહિનાના મોંઘવારી દરના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રીટેલમાં મોંઘવારી દરમાં ૦.૩૩ પોઈન્ટનો વધારો થયો છે. નવેમબર મહિનામાં રીટેલમાં મોંઘવારી દર ૪.૮૮ ટકા હતો. જે વધીને ૫.૨૧ ટકાની સપાટી પર પહોંચી ગયો છે.  આ પહેલા નવેમ્બરમાં પણ મોંઘવારી દરમાં વધારો થયો હતો.

 ઓક્ટોબર મહિનામાં રીટેલમાં મોંઘવારી દર ૩.૫૮ ટકા પર હતી, જે નવેમ્બરમાં વધીને ૪.૮૮ ટકા પર પહોંચી ગઈ હતી. જે ડિસેમ્બરમાં વધીને ૫.૨૧ ટકાના સ્તરે પહોંચી છે. ખાસ કરીને ખાણીપીણીની ચીજવસ્તુમાં મોંઘવારી ખૂબ ઝડપથી વધી છે. ખાદ્ય વસ્તુમાં મોંઘવારી દર ડિસેમ્બર મહિનામાં ૪.૪૨ ટકાથી વધીને ૪.૯૬ ટકા થઈ ગયો છે. જ્યારે શહેરી વિસ્તારનો મોંઘવારી દર ૭.૩૬ ટકાથી વધીને ૮.૨૫ ટકા પર પહોંચી ગયો છે.

દાળનો મોંઘવારી દર માઈનસ ૨૩.૫૩ ટકાથી વધીને માઈનસ ૨૩.૪૭ ટકા થયો છે. જ્યારે શાકભાજીનો મોંઘવારી દર ૨૨.૪૮ ટકાથી વધીને ૨૯.૧૩ ટકા પર પહોંચ્યો છે. જોકે, ફ્યુઅલ, વીજળી સહિતના કેટલીક ચીજવસ્તુમાં મોંઘવારી દર ઘટ્યો છે. વીજળીનો મોંઘવારી દર ૭.૯ ટકા રહ્યો છે. જ્યારે બુટ-ચંપલ અને કપડાનો મોંઘવારી દર ડિસેમ્બર મહિનામાં ૪.૯૬ ટકાથી ઘટીને ૪.૮ ટકા પર આવી ગયો છે. ખાસ કરીને પહેલી ફેબ્રુઆરીએ બજેટ જાહેર થવાનુ છે. ત્યારે રીટેલમાં મોંઘવારી દર વધવો સરકાર માટે મોટો પડકાર મનાઈ રહ્યો છે. જે સરકારને બજેટમાં રાહત આપવાના કામમાં અડચણરુપ બની શકે છે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.