તાજની કાં તો જાળવણી કરો,કાં તો તેને તોડી નાંખો: સુપ્રિમ કોર્ટ ખફા

તાજની જાળવણીને લઇને સુપ્રિમ કોર્ટે સરકાર પર ભારે નારાજગી વ્યક્ત કરી
By: Monika Vyas   PUBLISHED: Wed, 11 Jul 2018 19:40:38 +0530 | UPDATED: Fri, 13 Jul 2018 00:08:36 +0530


નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે વિશ્વની સાત અજાયબીઓ પૈકીના એક એવા આગરાના તાજમહેલની જાળવણીમાં કેન્દ્ર સરકારની ઉદાસીનતાના મુદ્દે આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક મધ્યકાલિન સ્મારકને જાળવવાનો હેતુ નિરાશાજનક ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તાજમહેલની જાળવણી અને સુરક્ષા અંગે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર નહીં કરવા બદલ કેન્દ્ર સરકારની સાથે સાથે ઉત્તરપ્રદેશ સરકારની પણ આકરી ટીકા કરી હતી.

તાજમહાલની જાળવણીને લઇને સરકારની બેદરકારી અંગે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશની સરકાર પર ફિટકાર વરસાવતા કહ્યું કે કાં તો અમે તાજને બંધ કરી દઇએ,કાં તો તમે તેને પાડી નાંખો અથવા તો પછી તેની જાળવણી કરો.

સુપ્રીમ કોર્ટે તાજમહેલના સંરક્ષણમાં ખામીઓ હોવાને લઈને કેન્દ્ર અને તેની વિભિન્ન ઓથોરીટીને આડે હાથે લીધી છે. કોર્ટે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકારના ચિંતા વગરના વલણને લઈને ખૂબ જ કડક શબ્દોમાં કહ્યુ છે કે જો તમે મુગલકાળની આ ઐતિહાસિક ઈમારતને સંભાળી શકતા નથી તેને પાડી નાંખો.

સુપ્રીમ કોર્ટે તે વાત પર પણ નારાજગી વ્યક્ત કરી છે કે ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર તાજમહેલની સુરક્ષા અને સંરક્ષણને લઈ વિઝન ડોક્યુમેન્ટ રજુ કરવામાં નિષ્ફળ રહી છે. કોર્ટે આ સાથે જ મહત્વપૂર્ણ સ્મારકના સંરક્ષણને લઈ કેન્દ્રની તરફથી ઉઠાવવામાં આવેલ પગલાઓ અને આગળ માટે જરુરી કાર્યવાહી વિશે વિસ્તૃત જાણકારી આપવાનુ કહ્યુ છે.

સ્ટીસ મદન બી લોકુર અને જસ્ટીસ દીપક ગુપ્તાની બેંચે જણાવ્યુ કે, તાજમહેલના સંરક્ષણ વિશે સંસદની સ્થાયી કમિટીની રીપોર્ટ છતાં સરકારે કોઈ નક્કર પગલા લીધા નથી.  સુપ્રીમ કોર્ટ બેંચે ઉત્તરપ્રદેશ સરકારને પુછ્યુ કે, તાજમહેલના આસપાસ ઉદ્યોગોને વધારવાની અનુમતિ કેમ આપી? સુપ્રીમ કોર્ટે પેરીસના એફિલ ટાવરનુ ઉદાહરણ આપતા કહ્યુ કે ઉત્તરપ્રદેશ સરકાર ત્યાંથી શિખામણ લે કે ઐતિહાસિક ઈમારતોને કેવી રીતે સંભાળી શકાય છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે એફિલ ટાવર જે ટીવી ટાવર જેવો લાગે છે તેના  કરતાં તો આપણો તાજ ઘણો સુંદર છે.એફિલ ટાવર જોવા 80 મિલિયન લોકો આવે છે.તમે તાજ માટે આવું કંઇક કર્યું હોત તો વિદેશી ચલણને લગતી સમસ્યા દુર થઇ હોત.

કેન્દ્રએ કોર્ટને જણાવ્યુ કે આઈઆઈટી કાનપુર તાજમહેલ અને તેના નજીક વાયુ પ્રદૂષણના સ્તરનુ આંકલન કરવામાં આવી રહ્યુ છે અને ચાર મહિનામાં પોતાની રીપોર્ટ આપશે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.