ખાનગી ક્ષેત્રમાં અનામતથી રોકાણ ગુમાવી બેસશે ભારત

ખાનગી ક્ષેત્રે અનામત લાગુ કરવાથી રોકાણકારોમાં ખૂબ જ ખોટો સંદેશ જશે, રોકાણ ઘટશે : એસોચેમનો રીપોર્ટ
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 13:58:07 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 13:58:07 +0530

ઔદ્યોગિક સંગઠન એસોચેમે જાહેર કરી ચેતવણી

છેલ્લા કેટલાક સમયથી બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર જેવા નેતાઓ ખાનગી ક્ષેત્રમાં પણ અનામતની માંગ કરીા રહ્યા છે. જોકે, ખાનગી ક્ષેત્રમાં અનામત આપવામાં આવે તો દેશમાં રોકાણના માહોલ પર માઠી અસર થવાની શક્યતા છે. તેનાથી રોકાણકારોમાં ખૂબ જ ખોટા સંકેત જશે તેવુ ઉદ્યોગજગતની અગ્રણી સંસ્થા એસોચેમનુ માનવુ છે.

એસોચેમના જણાવ્યા મુજબ એવા સમયે કે જ્યારે ભારતની અર્થવ્યવસ્થા સુધારા તરફ આગળ વધી રહી છે ત્યારે ખાનગી ક્ષેત્રે અનામત લાવવુ પોતાના પગ પર કુહાડી મારવા સમાન સાબિત થશે. કારણકે તેનાથી કે આવા નિવેદનથી આર્થિક ક્ષેત્રે આવી રહેલ ખાનગી રોકાણને મોટો ઝટકો લાગશે. એસોચેમનુ કહેવુ છે કે અત્યારે ભારતે વર્લ્ડ બેંકની બિઝનેસ સુગમતા રેકીંગમાં છલાંગ લગાવી છે, તેનાથી ભારતને રોકાણમાં મોટો ફાયદો મળે તેવી શક્યતા છે.

આવી સ્થિતિમાં અનામત જેવા તુક્કા અજમાવશે તો ભારત આ રોકાણને ગુમાવી બેસશે. ઉદ્યોગજગત પહેલાથી જ નોટબંધીની મંદી અને જીએસટીના નવા પડકારનો સામનો કરી રહ્યુ છે. ત્યારે વધુ કોઈ વિવાદ ખૂબ જ માઠી અસર ઉભી કરી શકે છે. એસોચેમનુ આ નિવેદન નીતિશકુમારના એ નિવેદન બાદ આવ્યુ છે જેમાં નીતિશકુમારે જણાવ્યુ હતું કે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં પણ એસસી, એસટી અને ઓબીસીને અનામત મળવુ જોઈએ.  જોકે આ અંગે મૂળ માંગ લોકજનશક્તિ પાર્ટીના નેતા અને કેન્દ્રીય ખાદ્ય મંત્રી  રામવિલાસ પાસવાનની હતી. આ ઉપરાંત અન્ય કેટલીક પાર્ટીના નેતાઓ પણ આ માંગ કરી ચુક્યા છે. 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.