Wednesday,19 September 2018,09:09:33

સુરતન વેપારી પાસે રવિ પુજારીએ માંગી ૫ કરોડની ખંડણી

રવિ પુજારી નામના વ્યક્તિએ વેપારીને મલેશિયાની એક બેંકનો ખાતા નંબર આપ્યો
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 23:00:27 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 23:00:27 +0530

સુરત,

અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીએ વધુ એક વખત સુરતના કાપડના વેપારીને ધમકી આપી ખંડણી માંગી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. સુરતના એક કાપડના વેપારીને ગ્રીસના નંબરથી ફોન આવ્યો જેમાં સામેના વ્યક્તિએ રવિ પુજારી બોલુ છું તેમ કહી ૫ કરોડની ખંડણી માંગી હતી. તેમજ ખંડણી ન આપે તો પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.

ફોન પર રવિ પુજારી નામના વ્યક્તિએ વેપારીને મલેશિયાની એક બેંકનો ખાતા નંબર આપ્યો હતો. જેમાં પૈસા જમા કરાવવા જણાવ્યુ હતું. આ ખાતા નંબર ૦૦૬૦૧૭૨૦૬૦૮૫ હતો. વેપારીએ આ અંગે સુરત ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ નોંધાવી છે જેના આધારે સુરત ક્રાઈમબ્રાંચે આ અંગે તપાસ હાથ ધરી છે. રવિ પુજારીએ આ પહેલા પણ અનેક વેપારી અને નેતાઓને ધમકી આપ્યાની ઘટના સામે આવી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.