ગુજરાતના ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક ૭૯૨૬ રૂપિયા: રાજ્યના ૪૨.૬ ટકા ખેડૂત પરિવાર દેવાગ્રસ્ત

ગુજરાતના ખેડૂતો પર માથા દીઠ ૩૮૧૦૦ રૂા.નું દેવુ
By: admin   PUBLISHED: Mon, 12 Mar 2018 21:40:30 +0530 | UPDATED: Mon, 12 Mar 2018 21:54:30 +0530

રાષ્ટ્રીય સ્તરે ગુજરાત ૧૨માં ક્રમાંકે

ગુજરાતના ગામડામાં રહેતા ૫૮.૭૧ લાખ કુટંુબ પૈકી ૩૯.૩૦ લાખ પરિવારોની આજીવીકા ખેતી પર આધારીત છે. જેમાંથી ૧૬.૭૪ લાખ ખેડૂત પરિવારે ખેતી માટે લોન લીધેલ છે. આમ, ગુજરાતના ૪૨.૬ ટકા ખેડૂત પરિવારો દેવાના બોજા હેઠળ દબાયેલ છે. આ તમામ દેવાગ્રસ્ત ખેડૂતોનુ સરેરાશ માથાદીઠ દેવુ ૩૮૧૦૦ રૂપિયા છે. જ્યારે ગુજરાતના ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક રૂપિયા ૭૯૨૬ છે. ગુજરાતમાં ૦.૦૧ હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા ખેડૂત પરિવારો પર ૬૯૦૦નુ દેવુ છે. જ્યારે ૦.૪૦ હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂત પરિવારનુ દેવુ ૧૨ હજાર છે.

એક હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂત પરિવારનુ દેવુ ૨૪૭૦૦ છે. જ્યારે એકથી બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારનુ દેવુ ૩૧ હજાર છે. ૨થી ૪ હેક્ટર જમીન ધરાવતા ખેડૂત પરિવારનુ દેવુ ૮૨ હજાર છે. ૪થી ૧૦ હેક્ટર જમીન ધરાવતા ખેડૂત પરિવારનુ દેવુ ૧.૧૪ લાખ રૂપિયા છે. દેશમાં સૌથી વધુ દેવામાં ફસાયેલ ખેડૂતો મામલે આંધ્રપ્રદેશ પ્રથમ ક્રમાંકે છે, જ્યાંના ૯૨.૯ ટકા ખેડૂત પરિવાર દેવાદાર છે. દેવા મામલે ગુજરાત ૧૪માં ક્રમાંકે છે. જ્યારે ખેડૂતોની પારિવારીક આવક મામલે ગુજરાત ૧૨માં ક્રમાંકે છે. દેશમાં ખેડૂત પરિવારની માસિક આવક ૧૮૦૫૯ રૂપિયા પંજાબમાં છે. જ્યારે હરીયાણામાં ૧૪૪૩૪ રૂપિયા છે. કાશ્મીરમાં ૧૨૬૮૩, કેરળમાં ૧૧૮૮૮, મેઘાલયમાં ૧૧૭૯૨, જ્યારે ગુજરાતમાં ૭૯૨૬ રૂપિયા છે.

કેટલા ખેડૂતો પર દેવુ...

 • રાજ્ય……કેટલા ટકા ખેડૂત દેવાદાર

 1. આંધ્રપ્રદેશ……૯૨.૯
 2. તેલંગાણા……૮૯.૧
 3. તમિલનાડુ……૮૨.૫
 4. કેરળ……૭૭.૭
 5. કર્ણાટક……૭૭.૩
 6. રાજસ્થાન……૬૧.૮
 7. ઓરીસ્સા……૫૭.૫
 8. મહારાષ્ટ્ર……૫૭.૩
 9. પંજાબ……૫૩.૨
 10. બંગાળ……૫૧.૫
 11. ઉત્તરાંચલ……૫૦.૮
 12. મધ્યપ્રદેશ……૪૫.૭
 13. ઉત્તરપ્રદેશ……૪૩.૮
 14. ગુજરાત……૪૨.૬

ગાંધીનગર ધરણા પર બેઠેલ ખેડૂતોની અટકાયત કરાઈ: આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી

મહારાષ્ટ્રમાં ખેડૂતોએ નાસિકથી મુંબઈ સુથી ૧૮૦ કિલોમીટર પગપાળા યાત્રા કરી હતી. ત્યારે દેવા માફી પ્રક્રિયાને લઈને ગુજરાતમાં પણ ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે. ખેડૂતોના દેવા માફીની પ્રક્રિયા ઈન્ટરનેટ દ્વારા થઈ રહી છે. પરંતુ મોટાભાગના ખેડૂતો ડિઝિટલ સાક્ષર નથી.  તેવામાં તેમને લાભ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે સરકાર લોન આપવાના આંકડા ખોટી રીતે રજુ કરીને ખેડૂતોને છેતરી રહી છે.  જેને લઈ આજે ગાંધીનગર ખાતે ખેડૂત સમાજ દ્વારા ધરણા ચાલુ કરવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતોના પ્રતિનિધિઓ જોડાયા હતા.  જોકે ખેડૂતોના ધરણા કાર્યક્રમ પર પોલીસ પહોંચી ગઈ હતી અને ખેડૂત આગેવાનોની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનો પણ હક ન અપાતો હોવાનો આક્ષેપ કરી ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

ખેડૂત સમાજના મહામંત્રી સાગર રબારીએ જણાવ્યુ હતુ કે સરદાર સરોવર નિગમ કે ગુજરાત સરકાર નર્મદાના પાણી અંગે સંતોષકારક જવાબ આપી શકતી નથી. આરટીઆઈ અરજી કરીએ તો એક ઓફિસથી બીજી ઓફિસે રખડાવવામાં આવે છે. સરકાર ખેડૂતોના પ્રશ્નોની અવગણના કરી રહી છે જેથી અમે ગાંધીનગર ખાતે ૫ દિવસના ધરણા કાર્યક્રમ યોજવાનુ નક્કી કર્યુ હતું, જેમાં નર્મદાના પાણી, કલ્પસરના કામનો હિસાબ, દેવા માફી, પાક વીમો, ખેત ઉપજના ટેકાના ભાવ વીજળીના ભાવમાં વિસંગતતા દૂર કરવી, કાયમી કૃષિ નીતિ અને કૃષિ પંચની યોજના જેવી માંગણી રજુ કરાઈ છે. તેમજ આગામી સમયમાં કાર્યક્રમની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.