૩૩ કેમેરા, ૧૫ સ્ક્રિનથી ફીફા વર્લ્ડકપ પર નજર

પ્રથમ વખત નવી પહેલ કરાઈ
By: admin   PUBLISHED: Tue, 12 Jun 2018 21:41:39 +0530 | UPDATED: Tue, 12 Jun 2018 21:41:39 +0530

બેંગ્લુરુ,

રશિયામાં ગુરુવારથી શરુ થઈ રહેલ ફીફા વર્લ્ડકપમાં આ વખતે એવુ થવા જઈ રહ્યુ છે જે ફીફા વર્લ્ડકપના ૮૮ વર્ષના ઈતિહાસમાં ક્યારેય થયુ નથી. આ વર્લ્ડકપમાં દરેક મેચને રોમાંચક બનાવવા અને સચોટ નિર્ણય માટે પ્રથમ વખત વીડિયો રેફરલનો ઉપયોગ કરાશે. મોસ્કોમાં બનેલ સેન્ટ્રલાઈઝ્‌ડ વીડિયો ઓપરેશન રુમમાંથી મેચ પર ૩૩ કેમેરા અને ૧૫ સ્ક્રિનથી નજર રખાશે.

ફીફાની રેફરી કમિટીએ વીડિયો રેફરલ માટે ૧૩ લોકોની વીડિયો આસિસ્ટન્ટ રેફરી તરીકે નિમણૂંક કરી છે. આ ટીમ વર્લ્ડકપની તમામ ૩૨ ટીમોની ૬૪ મેચોના અધિકારીઓને મદદ પુરી પાડશે.  વીડિયો આસિસ્ટન્ટ રેફરીની ટીમ મોસ્કોના એક સેન્ટ્રલાઈઝ્‌ડ વીડિયો ઓપરેશન રુમમાં બેસશે. આ ટીમ તમામ બ્રોડકાસ્ટ કેમેરાનો એક્સેસ ધરાવતી હશે.  જ્યારે મેદાન પર હાજર રેફરી કોઈ નિર્ણય નહીં કરી શકે ત્યારે તેઓ નિર્ણય લેવા માટે વીડિયો આસિસ્ટન્ટ રેફરીની મદદ માંગી શકશે. આ ઉપરાંત તેઓ બ્રોડકાસ્ટર, કોમેન્ટર્સ અને ફુટબોલ પ્રેમીઓને રીવ્યુ પ્રક્રિયા અંગેની માહિતી આપશે. દરેક મેચ માટે ૪ વીડિયો આસિસ્ટન્ટ રેફરી ફરજ પર રહેશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.