પત્રકાર છત્રપતિની ગોળી મારીને હત્યા કરાઈ હતી

ડેરાના સમાચાર છાપી રહ્યા હતા
By: admin   PUBLISHED: Fri, 11 Jan 2019 23:55:28 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 23:59:08 +0530

પંચકુલા,

પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં ગુરમિત રામરહીમને અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. આ મામલાને યાદ કરવામાં આવે તો હત્યાનો આ કેસ ૧૬ વર્ષ જુનો છે. ડેરા પ્રમુખ ગુરમિત રામરહીમ આમા આરોપી તરીકે છે. વર્ષ ૨૦૦૨માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. છત્રપતિ પોતાના અખબારમાં ડેરા સાથે જોડાયેલા અહેવાલો પ્રકાશિત કરી રહ્યા હતા. પત્રકાર છત્રપતિના પરિવારના સભ્યોએ કેસ દાખલ કર્યો હતો. મોડેથી આને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.
Also read: 
પત્રકારની હત્યા કરાવનાર રામ રહિમને દોષિત જાહેર કરતી કોર્ટ,17 જાન્યુઆરીએ થશે સજાનું એલાન

સીબીઆઈએ ૨૦૦૭માં ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં ડેરા પ્રમુખ ગુરમિત રામરહીમને હત્યાના કાવતરા રચવાના મામલામાં આરોપી ઠેરવવામાં આવ્યા હતા. રામચંદ્રને જાનથી મારી નાંખવાની અનેક વખત ધમકી આપવામાં આવી હતી. ૨૪મી ઓક્ટોબરના ૨૦૦૨ના દિવસે જેનો ડર હતો તે જ ઘટના બની હતી. સિરસાના સાંજના દૈનિક પુરા સચના એડિટર રામચંદ્ર છત્રપતિની હત્યા કરવામાં આવી હતી. તેમને ઘરની બહાર બોલાવીને પાંચ ગોળી મારવામાં આવી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.