પત્રકારની હત્યા કરાવનાર રામ રહિમને દોષિત જાહેર કરતી કોર્ટ,17 જાન્યુઆરીએ થશે સજાનું એલાન

સીબીઆઇ કોર્ટે રામ રહિમને હત્યા કેસના દોષિત માન્યા
By: Monika Vyas   PUBLISHED: Fri, 11 Jan 2019 15:47:08 +0530 | UPDATED: Sat, 12 Jan 2019 01:03:21 +0530

પંચકુલા,

પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કરવાના આરોપસર પંચકુલાની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત સિંહ રામ રહીમને દોષિત માન્યા છે.કોર્ટે રામ રહિમ સહિત અન્ય ચાર આરોપીઓને પણ દોષિત માન્યા છે.રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા પ્રમુખ ગુરમીત રામ રહિમે પોતાની સામેનો આ ચુકાદો વીડીયો કોન્ફરન્સ દ્રારા સાંભળ્યો હતો.

સીબીઆઇ કોર્ટના જજ જગદીપ સિંહ રામ રહિમને 17 જાન્યુઆરીએ સજા સંભળાવશે.

આ હત્યા કેસમાં રામ રહિમ સિવાય કૃષ્ણ લાલ, કુલદીપ સિંહ અને નિર્મલ સિંહને પણ કોર્ટે દોષિત માન્યા છે.રામ રહિમને આઇપીસીની કલમ 302 અને 120(B) હેઠળ દોષિત માન્યા છે.

Also read: પત્રકાર છત્રપતિની ગોળી મારીને હત્યા કરાઈ હતી

આરોપ છે કે બાઈક પર આવેલા કુલદીપે ગોળી મારીને રામચંદ્રની હત્યા કરી હતી. તેની સાથે નિર્મલ પણ હતો. જે રિવોલ્વરથી રામચંદ્ર પર ગોળી ચલાવવામાં આવી હતી તેનું લાઈસન્સ ડેરા સચ્ચા સોદાના મેનેજર કૃષ્ણ લાલના નામ પર હતું. ગુરમીત રામ રહીમ પર હત્યાનું કાવતરુ ઘડવાનો આરોપ છે.

આ ચુકાદા પહેલાં પંચકુલાની કોર્ટની આજુબાજુ અને સુનારિયા જેલની આસપાસ ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસે જણાવ્યું કે સિરસામાં ડેરા સચ્ચા સૌદાના હેડક્વાર્ટરની નજીક વધારાનો પોલીસ કાફલો તહેનાત કરાયો છે. ઓગસ્ટ 2017માં રામ રહીમને સજા સંભળાવાયા બાદ હરિયાણાના સિરસા અને પંચકૂલામાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં 40થી વધુ લોકોના મોત થયા હતાં. તથા અનેક લોકો ઘાયલ થયા હતાં.

રામ રહીમ હાલ બે સાધ્વીઓના યૌન શોષણ કેસમાં 20 વર્ષની સજામાં જેલમાં છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.