રાષ્ટ્રપતિ કોવિંદ ૩ દિવસના ગુજરાત પ્રવાસે આવશે

કોવિંદ ૨૩ જાન્યુઆરી સુધી ૩ દિવસ ગુજરાતમાં રોકાણ કરશે
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 21:28:07 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 21:28:07 +0530

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૩ દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે. મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ કોવિંદ ૨૧ જાન્યુઆરીના રોજ દિલ્હીથી વિશેષ વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સરકારના પ્રતિનિધિઓ દ્વારા રાષ્ટ્રપતિનુ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ કોવિંદ ૨૩ જાન્યુઆરી સુધી ૩ દિવસ ગુજરાતમાં રોકાણ કરશે. આ દરમિયાન તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રોકાવાના છે. આ ૩ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. બીજીબાજુ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલથી બે દિવસની અમદાવાદ મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પરિવાર સાથે ઉતરાયણના પર્વની ઉજવણી કરશે.

ડીઆરઆઈના દરોડામાં ૪૩.૫૫ કરોડની કરચોરી ઝડપાઈ

ગુજરાત ડીઆરઆઈની ટીમે મુંબઈમાં ઠેર-ઠેર દરોડા પાડીને મોટા પ્રમાણમાં કર ચોરી કરી ગેરકાયદેસર વેચાતો માલ ઝડપી પાડ્યો છે. સુરત, વાપી ડીઆરઆઈ અધિકારીઓએ પાડેલ દરોડામાં કસ્ટમ ડ્યુટી ચોરીનુ મોટુ કૌભાંડ સામે આવ્યુ છે.

ડીઆરઆઈની તપાસમાં કુલ ૧૨૭.૪૦ કરોડ રૂપિયાનો માલ કસ્ટમ ડ્યુટી ચોરી કરી ગેરકાયદેસર વેચવામાં આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. કરચોરીની રકમ ૪૩.૫૫ કરોડ રૂપિયા જેટલી થાય છે. ડીઆરઆઈએ દરોડા દરમિયાન સ્થળ પર જ કાર્યવાહી કરીને વિવિધ વેપારીઓ પાસેથી ૫૦ લાખથી વધુ રૂપિયાની વસુલાત કરી છે. ડીઆરઆઈના દરોડાના કારણે  વેપારીઓમાં હડકમ્પ મચી ગયો હતો. વેપારીઓ મોટાપાયે કસ્ટમ ડ્યુટી બચાવવા માટે ગેરકાયદેસર રીતે માલનુ વેચાણ કરતા હોય છે. જે કૌભાંડ સામે આવ્યુ છે.

ખેડૂતોને ઊનાળુ પાકનુ વાવેતર ન કરવા સરકારની અપીલ

નર્મદા ડેમ પર દરવાજા બંધ કરવામાં આવ્યા હોવાથી આખા ગુજરાતને બારે માસ મળી રહે તેટલુ પાણી એકત્રિત થયુ હોવાનો દાવો કરતી રાજ્ય સરકારે હવે ફેરવી તોળ્યુ છે. સરકારે આજે જાહેરાત કરી છે કે, નર્મદા યોજનામાંથી ખેડૂતોને ૧૫ માર્ચ સુધી જ પાણી પુરુ પાડવામાં આવશે એટલે કે શિયાળુ પાક પુરતુ જ પીયત માટે પાણી આપવામાં આવશે. જ્યારે ઊનાળુ પાક માટે નર્મદા યોજનામાંથી પાણી નહીં આપવામાં આવે.

સરકારે રાજ્યના ખેડૂતોને અપીલ કરી છે કે આ વખતે પાણીની અછત હોવાના કારણે ઊનાળુ પાકનુ વાવેતર ટાળવામાં આવે. સરકારનુ કહેવુ છે કે ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ પડ્યો હોવાના કારણે નર્મદા ડેમમાં ઓછા પાણીનો સંગ્રહ થયો છે. જેથી પીવા માટે ચોમાસા સુધી પાણી ચાલી રહે તે માટે સિંચાઈનુ પાણી ૧૫ માર્ચથી બંધ કરી દેવામાં આવશે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.