વિવાદાસ્પદ ભૂમિ પર કોનો અધિકાર

રામજન્મભૂમિ વિવાદ : ૨.૭૭ એકર જમીન વિવાદાસ્પદ...
By: admin   PUBLISHED: Thu, 10 Jan 2019 23:01:53 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 00:42:43 +0530

વર્ષ ૨૦૧૦માં આવેલા અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાની સામે ૧૪ અપીલ દાખલ કરવામાં આવી હતી : તમામ પર હવે સુનાવણી કરાશે

અયોધ્યાના રામજન્મ ભૂમિ -બાબરી મસ્જિદ જમીન વિવાદમાં લાંબા સમય બાદ એ સમય આવી ગયો હોય તેમ દેખાય જે જ્યારે અંતિમ રૂપે આ મામલે કોઇ ફેંસલો કરવામાં આવનાર છે. જેની સાથે જ આ મામલાનો ઉકેલ પણ હવે આવી જશે. ગુરૂવારના દિવસથી અયોધ્યા મામલે  સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ સભ્યોની બંધારણીય બેંચ દ્વારા હાથ ધરવામાં આવતા આની સાથે જ સુનાવણીને લઇને ચાલી રહેલી અટકળોનો પણ અંત આવી ગયો છે. વર્ષ ૨૦૧૦માં અલ્હાબાદ હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેની સામે ૧૪ અપીલ દાખલ કરવામાં આવી હતી. આ તમામ અરજી પર હવે સુપ્રીમ કોર્ટમાં મામલો આગળ વધી રહ્યો છે.

આ તમામ ચર્ચાસ્પદ મામલા પર નજર કરવમાં આવે તો કેટલીક નવી માહિતી સપાટી પર આવી શકે છે. સામાન્ય રીતે તો આ વિવાદની શરૂઆત ૧૮૮૫ સાથે થઇ હતી. પરંતુ આઝાદી બાદ ૨.૭૭ એકર જમીનની માલિકી અધિકાર માટેની લડાઇ તીવ્ર રીતે શરૂ થઇ ગઇ હતી. મુળભૂતરીતે વિવાદાસ્પદ જમીન પર માલિકી હકની લડાઇ તો દેશની અદાલતોમાં ૬૯ વર્ષ પૂર્ણ કરી ચુકી છે. વર્ષ ૧૯૪૯થી લઇને ૧૯૮૯ સુધી કુલ પાંચ વાદ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આના પર એપ્રિલ ૨૦૦૨માં અલ્હાબાદ હાઇકોર્ટે સુનાવણી શરૂ કરી હતી. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે લખનૌની ખંડપીઠે વિવાદાસ્પદ સ્થળને રામજન્મભૂમિ ઘોષિત કરતા આની લડાઇ વધારી તીવ્ર બની ગઇ હતી. રામજન્મભૂમિ તરીકે આને ઘોષિત કરીને આને ત્રણ હિસ્સામાં વિભાજિત કરવાનો ચુકાદો આપ્યો હતો. આશરે સાત દશકના સફરમાં આ મુદ્દો કોઇને કોઇ રીતે દેશની રાજનીતિમાં પણ સતત છવાતો રહ્યો છે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી.  રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં ૧૪ અપીલ દાખલ કરવામાં આવી ચુકી છે. જેના પર હવે સુનાવણી થઇ રહી છે. અલ્હાબાદ હાઇકોર્ટની સુનાવણીમાં પાંચ વાદ હતા. વિવાદાસ્પદ જમીનની વાત કરવામાં આવે તો આ જમીન ૨.૭૭ એકર છે. કુલ જમીનનો હિસ્સો ૬૭.૭ એકર રહેલો છે. કેન્દ્ર સરકાર તેના રિસિવર તરીકે છે. ઇતિહાસ પર પ્રાચીન ગ્રથ પર ધ્યાન આપવામાં આવે તો કહેવામાં આવે છે કે નવ લાખ વર્ષ પહેલા ત્રેતા યુગમાં ભગવાન રામનો જન્મ થયો હતો. 

આ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટમાં ૧૪ અપીલ દાખલ કરવામાં આવી છે. જે પૈકી આઠ મુસ્લિમ અને છ હિન્દુ અપીલ કરનાર લોકો છે. મુસ્લિમ અપીલ કરનાર લોકો તરફથી જે આઠ અપીલ કરવામાં આવી છે જે પૈકી મુસ્લિમ અપીલ કરનાર તરફથી સાત અપીલમાં હિન્દુને અને એકમાં મુસ્લિમ સંસ્થાને પ્રતિવાદી બનાવવામાં આવી છે. હિન્દુ અપીલ કરનાર લોકોમાં મોટા ભાગે હિન્દુ પક્ષકારોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં રહેલી ૧૪ અરજી પૈકી એક શિયા સેન્ટ્રલ વક્ફ યુપી તરફથી પણ અરજી દાખલ કરવામાં આવી છે. અયોધ્યા મામલે સુનાવણી હાથ ધરવામાં આવ્યા બાદ હવે દેશના તમામ લોકોની નજર આ કેસમાં કેન્દ્રિત થનાર છે. અયોધ્યા કેસ સંવેદનશીલ હોવાથી સાવધાનપૂર્વક આગળ વધવાની જરૂરીયાત દેખાઇ રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.