ઉપસભાપતિ પદ ગુમાવવા માટે રાહુલ ગાંધી જવાબદાર

રાહુલની કેટલીક ભૂલો પડી ભારે
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 13:10:17 +0530 | UPDATED: Fri, 10 Aug 2018 21:15:27 +0530

ઉપસભાપતિ પદની ચુંટણી હારતા વિપક્ષી એક્તા પર સવાલ : જો બિનકોંગ્રેસી નેતા હોત તો જીતી શક્તુ વિપક્ષ

રાજ્યસભા ઉપસભાપતિ ચુંટણીમાં એનડીએ તરફથી જેડીયુ ઉમેદવાર હરિવંશે કોંગ્રેસ ઉમેદવાર બીકે હરિપ્રસાદને કરારી હાર આપી છે. વિપક્ષ પાસે પર્યાપ્ત સંખ્યા હોવા છતાં કોંગ્રેસ આ ચુંટણી હારી જવી એ પોતાની જાતમાં જ એક સવાલ ઉભો કરે તેવી બાબત છે. જ્યારે એનડીએ પાસે બહુમત ન હોવા છતા તેણે જીત મેળવવામાં સફળતા મેળવી છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની કેટલીક ભૂલો બીકે હરિપ્રસાદની હાર માટે જવાબદાર બની છે.

રાજ્યસભા ઉપસભાપતિ ચુંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ ઉમેદવારની પસંદગીને લઈ મુંઝવણમાં રહી. જ્યારે એનડીએએ ચુંટણી જાહેરાત થતાની સાથે જ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો. વિપક્ષમાં ઉમેદવારને લઈને નામાંકનના દિવસ સુધી પણ માથાકુટ ચાલી રહી હતી. વિપક્ષ તરફથી એનસીપીની વંદના ચૌહાણનુ નામ પણ સામે આવ્યુ, ત્યારબાદ નામાંકનના છેલ્લા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનુ પત્તુ ખોલ્યુ અને હરિપ્રસાદના નામની જાહેરાત કરી, જોકે રાહુલનુ આ પત્તુ કોઈ કામ ન કરી શક્યુ કારણકે તે બાજી હારી ગયા બાદ પત્તુ ખોલ્યા જેવી બાબત હતી.

આ ઉપરાંત રાજ્યસભા ઉપસભાપતિ પદ માટે કોંગ્રેસ તરફથી બીકે હરિપ્રસાદના ઉતારવાથી લડાઈ વિપક્ષની નહીં પણ કોંગ્રેસની વ્યક્તિગત બની ગઈ હતી. જેથી કોંગ્રેસ તરફથી જ સમર્થન મેળવવાના પ્રયત્નો શરુ કરાયા. પરંતુ યુપીએના બાકી ઘટક દળોને માત્ર વોટ આપવા સુધી જ સિમિત રખાયા, તો બીજીબાજુ એનડીએ તરફથી જેડીયુના હરિવંશ ઉમેદવાર હતા. તેમ છતાં પીએમ મોદી અને અમિત શાહ સહિત એનડીએના સહયોગી દળોએ વિપક્ષની કેટલીક પાર્ટીઓના સમર્થન મેળવવા વાતચીત કરી.

આ ઉપરાંત આમ આદમી પાર્ટી, વાઈએસઆર કોંગ્રેસ અને પીડીપીએ આ ચુંટણીમાં મતદાનથી પોતાને બહાર રાખ્યા. જ્યારે આપના સાંસદ સંજયસિંહે જણાવ્યુ કે કોંગ્રેસે સમર્થન જોઈએ તો રાહુલ ગાંધીએ અમારી પાર્ટીના રાષ્ટ્રીય સંજોયક કેજરીવાલ સાથે વાતચીત કરવી પડશે. જોકે રાહુલે કેજરીવાલ સાથે પણ વાતચીત ન કરી, જેથી આપનુ સમર્થન ન મળ્યુ. આમ રાહુલની ઘણી ભૂલોના કારણે ઉપસભાપતિ પદ બીકે પ્રસાદે ગુમાવવુ પડ્યુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.