હું ફિલ્મો ૧૦૦ કરોડ કમાણી માટે નથી કરતો : રાજકુમાર

હું માત્ર અભિનય પર ધ્યાન આપુ છું, ફિલ્મોની કમાણીની વાત મારા કે કોઈના હાથમાં નથી : રાજકુમાર રાવ
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 15:25:50 +0530 | UPDATED: Thu, 09 Aug 2018 15:25:50 +0530

બોલીવુડ અભિનેતાએ કરી સ્પષ્ટ વાત

બોલીવુડમાં પોતાની દમદાર એક્ટિંગથી તમામને પ્રભાવિત કરનાર અભિનેતા રાજકુમાર રાવ દર વર્ષે આશરે ૨થી ૩ ફિલ્મો સાથે પોતાના દર્શકો સામે આવે છે. એમા કોઈ શંકાને સ્થાન નથી કે દર્શકો તેના અભિનયના ગાંડા છે અને રાજકુમારને વધુમાં વધુ જોવા માટે જાય છે. જોકે, તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણી મામલે એટલી કમાલ નથી દેખાડી શક્તી.

આ અંગે રાજકુમાર રાવે જણાવ્યુ કે, બોક્સ ઓફિસ પર ફિલ્મોની કમાણીની વાત કોઈની હાથમાં નથી હોતી. મારી ફિલ્મો સફળ થાય છે, ખોટમાં નથી જતી, હું આનાથી ખુશ છું. લોકો મારા અભિનયની, મારા કામની પ્રશંસા કરે છે, મને તેનાથી સંતોષ છે. હું બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ કમાવવા માટે ફિલ્મો નથી કરતો.

રાજકુમાર રાવે વધુમાં જણાવ્યુ કે, મારુ કામ માત્ર અભિનય કરવાનો છે, જેમાં હું મારુ ૧૦૦ ટકા આપુ છું. બસ ત્યારબાદ ફિલ્મોની કમાણીની વાત મારા હાથમાં નથી. જોકે તેમ છતાં મારી ફિલ્મોને દર્શકો પસંદ કરે છે. મારી ગત ફિલ્મો બરેલી કી બર્ફી, ન્યુટન કે ટ્રેપ્ડ તમામે સારો બિઝનેસ કર્યો છે. મહત્વનુ છે કે, રાજકુમાર રાવ શ્રદ્ધા કપુર સાથે સ્ત્રી ફિલ્મમાં જોવા મળશે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.