રાજકોટમાંથી ૩૫૭ કિલો ગાંજા સાથે ચારની ધરપકડ

છેલ્લા ચાર દિવસમાં રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં બીજી વખત નશીલા દ્રવ્યનો જંગી જથ્થો ઝડપાયો
By: admin   PUBLISHED: Thu, 13 Sep 2018 23:14:19 +0530 | UPDATED: Thu, 13 Sep 2018 23:14:19 +0530

રંગીલુ રાજકોટ નશીલા દ્રવ્યોના ચપેટમાં

રાજકોટ પોલીસે શહેરના જંગલેશ્વરમાં ફકીરના વેશમાં છાપો મારી ગાંજાના જથ્થા સાથે દેશી બનાવટની પીસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.  રંગીલુ રાજકોટ છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યોના કાળા કારોબારમાં ડુબતુ જોવા મળી રહ્યુ છે. જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ૪ દિવસમાં બીજી વખત નશીલા દ્રવ્યનો જંગી જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ એસઓજી પોલીસે બ્લેક હોક ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં પોલીસને સફળતા મળી છે.

પોલીસે ગાંધી સોસાયટીમાં સાવરણીની દુકાનની આડમાં ગાંજાનો વેપાર કરતા પતિ-પત્ની સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પોલીસે દરોડા પાડી ૩૫૭ કિલો ગાંજાનો જથ્થો, દેશી બનાવટની પીસ્તોલ, બે જીવતા કારતૂસ તેમજ ૧.૭૫ હજારની રોકડ જપ્ત કરી હતી. સાથેો જ પોલીસે બે કાર પણ કબ્જે કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મદીનાની માતા અમીના થોડા દિવસ પહેલા રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ૧ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ હતી. મદીના તેનો પતિ, પુત્ર અને પુત્રી તમામ લોકો નશાનો કાળો કારોબાર ચલાવતા હતા.

મદીનાનો પુત્ર થોડા દિવસ પહેલા મોરબી પોલીસના હાથે ૯ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ચુક્યો હતો. જે હાલ જામનગર જેલમાં સજા ભોગવી રહ્યો છે. ત્યારે પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે મદીનાના પુત્રનો પણ જેલમાંથી કબજો મેળવી વધુ પૂછપરછ હાથ ધરશે. છેલ્લા ઘણા સમયથી મદીના અને તેના પરિવાર નશાનો કાળો કારોબાર ચલાવતા હોવાની પોલીસને શંકા હતી. ત્યારે નશાના કાળોબાર ચલાવી તેના આધારે કોઈ મિલકત ખરીદ કરવામાં આવી છે કે કેમ તે દિશા તરફ તપાસ કરવામાં આવી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.