રાજકોટમાં ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

સવારે ૧૧:૧૧ કલાકે રાજકોટમાં આ આંચકો અનુભવાયો હતો
By: admin   PUBLISHED: Wed, 06 Dec 2017 22:05:47 +0530 | UPDATED: Wed, 06 Dec 2017 22:05:47 +0530

રાજકોટ,

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત પર ઓખી વાવાઝોડાનો ખતરો મંડરાયેલો હતો. જોકે આ ખતરો આજે ટળ્યો છે ત્યારે રાજકોટમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની તીવ્રતા ૩.૧ની નોંધવામાં આવી છે. આ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી મોટાભાગના લોકોને આંચકાની ખબર પણ પડી નહતી. પરંતુ જેણે પણ આંચકાનો અનુભવ કર્યો તે ઘર બહાર દોડી આવ્યા હતા.  તંત્રના જણાવ્યા મુજબ સવારે ૧૧:૧૧ કલાકે રાજકોટમાં આ આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા ૩.૧ હતી, તેમજ ભૂકંપનુ કેન્દ્રબિંદુ રાજકોટથી ૨ કિમી દૂર દક્ષિણ પૂર્વમાં હોવાનુ જાણવા મળ્યુ છે.

મહત્વનુ છે કે છેલ્લા કેટલાક દિવસથી કચ્છમાં પણ હળવા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે તેની તીવ્રતા બેથી ત્રણ નોંધાઈ છે. જેના કારણે ભૂગર્ભમાં કોઈ મોટી હિલચાલ થઈ રહી હોવાના સંકેત મળી રહ્યા છે. 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.