Wednesday,19 September 2018,08:51:46

આઈપીએલમાં રાજસ્થાને ૩ વર્ષ બાદ મેળવ્યો પ્રથમ વિજય

વરસાદ પ્રભાવિત મેચનો ડકવર્ડ લુઈસ પદ્ધતિથી નિર્ણય
By: admin   PUBLISHED: Thu, 12 Apr 2018 17:16:03 +0530 | UPDATED: Thu, 12 Apr 2018 17:16:03 +0530

દિલ્હી ડેરડેવીલ્સને ૧૦ રને હરાવ્યુ

રાજસ્થાન રોયલ્સે બુધવારે મોડી રાત્રે વરસાદથી પ્રભાવિત મેચમં દિલ્હી ડેરડેવિલ્સને ડકવર્થ લુઈસ પદ્ધતિથી ૧૦ રને હરાવ્યુ હતું. આ સાથે જ રાજસ્થાને ૩ વર્ષ બાદ આઈપીએલમાં પોતાની પ્રથમ જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે ૧૭.૫ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૫૩ રન બનાવ્યા હતા. જોકે, ત્યારબાદ વરસાદ પડતા લાંબો સમય સુધી મેચ અટકાવાની ફરજ પડી હતી. અંતે વરસાદ અટક્યા બાદ દિલ્હીને ૬ ઓવરમાં ૭૧ રનનુ લક્ષ્યાંક આપવામાં આવ્યુ હતું. જોકે દિલ્હીની ટીમ ૬ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૬૦ જ રન બનાવી કી હતી.

રાજસ્થાન તરફથી બેન લોફલીને ૨ ઓવરમાં ૨૦ રન આપી ૨ વિકેટ ઝડપી હતી. જ્યારે જયદેવ ઉન્નડકટે ૨ ઓવરમાં ૨૪ રન આપી એક વિકેટ લીધી હતી. જ્યારે મેચનો હિરો ધવલ કુલકર્ણી રહ્યો હતો જેણે પોતાની એક ઓવરમાં માત્ર ચાર જ રન આપ્યા હતા. દિલ્હી તરફથી ઋષભ પંતે ૧૪ બોલમાં ૨૦ રન બનાવ્યા હતા, જ્યારે મેક્સવેલે ૧૨ બોલમાં ૧૭ રન બનાવ્યા હતા.

આ પહેલા દિલ્હીના કેપ્ટન ગૌતમ ગંભીરે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યોહતો. જેથી બેટિંગ કરવા  ઉતરેલ રાજસ્થાનની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. ડાર્સી શોટ દુર્ભાગ્ય રીતે રનઆઉટ થયો હતો. જ્યારે બેન સ્ટોક્સ ૧૬ રન બનાવી આઉટ થયો હતો. અહીથી રહાણે અને સેમસને ત્રીજી વિકેટ માટે ૬૨ રનની ભાગીદારી નોંધાવી ટીમને આગળ વધારી હતી. રહાણેએ ૪૫ રન બનાવ્યા હતા, જ્યારે સંજુ સેમસને ૩૭ રન બનાવ્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.