રેલ્વેમાં ચાલુ યાત્રાએ બિમાર પડશો તો સારવારના ચુકવવા પડશે 100 રૂપિયા

રેલ્વેમાં બિમાર વ્યક્તિઓની સારવાર પેટે લેવાતી ફીમાં વધારો કરાયો
By: Monika Vyas   PUBLISHED: Wed, 11 Jul 2018 11:37:40 +0530 | UPDATED: Wed, 11 Jul 2018 11:37:40 +0530નવી દિલ્હી

ટ્રેનમાં યાત્રા દરમિયાન કે પછી રેલવે સ્ટેશન પર જો યાત્રિકની તબિયત લથડશે તો અને રેલવે ડોક્ટર આવીને સારવાર કરશે તો ડોક્ટરની ફી પેટે ૧૦૦ રુપિયા ચુકવવાના રહેશે. રેલવે બોર્ડે આ અંગેની જાહેરાત કરી છે. આ જાહેરાતની માહિતી આપતા જણાવાયુ છે કે, યાત્રિઓ પાસેથી ૧૦૦ રુપિયાની કંસલ્ટેશન ફી લેવામાં આવશે.

રેલવે બોર્ડના સુત્રોના જણાવ્યા મુજબ, આ આદેશમાં જણાવાયુ છે કે, અત્યાર સુધી આ રીતની તબીબી સહાય લેવા પર યાત્રિએ માત્ર ૨૦ રુપિયા ફી પેટે ચુકવવાના રહેતા હતા. પરંતુ હવે આને એક જ ઝટકામાં વધારીને ૧૦૦ રુપિયા કરી દેવામાં આવી છે. જેથી યાત્રિકોના ખિસ્સા પર બોજા પડશે તે નક્કી છે.

રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ આદેશમાં જણાવાયુ છે કે,  રેલવે દુર્ઘટના થવા પર જો રેલવે તરફથી કોઈ તબીબી સહાય આપવામાં આવશે તો તેવી સ્થિતિમાં મુસાફર પાસેથી  કોઈ ચાર્જ વસુલવામાં આવશે નહીં.  પરંતુ જો પેસેન્જર બિમારીનો ભોગ બને અને રેલવે ડોક્ટર આવીને તેની સારવાર કરશે તો યાત્રિકે આ માટે ૧૦૦ રુપિયાની ફી ચુકવવાની રહેશે. આ પહેલા ડોક્ટરી સહાય માટે ૨૦ રુપિયા ફી પેટે લેવામાં આવતા હતા, આમ રેલવે બોર્ડ દ્વારા આ ફીમાં ૫  ગણો વધારો કરવામાં આવ્યો છે.

લોકોનું કહેવુ છે કે, મોટાભાગે દરરોજ ૧૦૦થી પણ ઓછા યાત્રિકોને ડોક્ટરી મદદની જરુર પડે છે, એવામાં રેલવેએ આને કમાણીનું સાધન બનાવવાની જરુર નહોતી. જ્યારે આ અંગે રેલવેના એક સિનીયર અધિકારીએ જણાવ્યુ કે, આ વધારો એટલા માટે કરાયો છે કારણકે જા ખરેખર કોઈ યાત્રિકને તબીબી સહાયની જરુર પડશે તો જ હવે તે ડોક્ટરને બોલાવશે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.