ગુજરાત ચુંટણી પહેલા થઈ જશે રાહુલ ગાંધીની તાજપોશી

૧૯ નવેમ્બર બાદ સોનિયા ગાંધી જાહેર કરશે અધ્યક્ષ પદની ચુંટણીની તારીખ : રાહુલ બિનહરીફ ચુંટાશે
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 13:55:07 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 13:55:07 +0530

રાહુલને કોંગ્રેસની કમાન સોંપવાની તૈયારીઓ

રાહુલ ગાંધી અત્યારે પોતાનુ સમગ્ર ધ્યાન ગુજરાતના ચુંટણી પ્રચારમાં લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સાથે જોડાયેલ સુત્રોનું કહેવુ છે કે ગુજરાત ચુંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ દર્શાવેલી મેચ્યોરીટીથી સોનિયા ગાંધી ખુશ છે અને તેમને ૧૯ નવેમ્બર બાદ પાર્ટીના અધ્યક્ષની કમાન સોંપવામાં આવે તેવી પુરી શક્યતા છે. એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે રાહુલ ગાંધી ૯ ડિસેમ્બરે ગુજરાતમાં યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હશે.

આ પહેલા એવી અટકળો સામે આવતી હતી કે આગામી ૧૯ નવેમ્બરે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમને કોંગ્રેસની કમાન સોંપવામાં આવી શકે છે. જોકે સુત્રોનુ કહેવુ છે કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ૧૯ નવેમ્બર બાદ કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બોલાવી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષના ચુંટણીના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. ત્યારબાદ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ માટે પોતાની દાવેદારી નોંધાવશે. એવી પુરી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદે બિનહરીફ ચુંટાશે. તેમની સામે કોઈપણ ઉમેદવાર ફોર્મ નહીં ભરે.

સુત્રોનો દાવો છે કે, રાહુલે પોતે જ પોતાના નજીકના વ્યક્તિઓને જણાવ્યુ છે કે તેઓ ગુજરાત ચુંટણીમાં મતદાન પહેલા પાર્ટીની કમાન સંભાળી લેશે. આ અંગે ગાંધી પરિવારમાં પણ સહમતિ બની ચુકી છે. સોનિયા ગાંધીએ પણ પોતાના વરીષ્ઠ નેતાઓને આ અંગેની માહિતી આપી દીધી છે. નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં રાહુલ ગાંધીની તાજપોશી થાય તેવી પુરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી  છે. 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.