રાગિની MMS ૨.૨નું પોસ્ટર લોન્ચ, કરીશ્માનો હોટ અવતાર

પોસ્ટર ઇન્ડિયન ડિઝિટલ પ્લેટફોર્મ પર જાહેર થયેલ અત્યાર સુધીના સૌથી બોલ્ડ પોસ્ટરમાંનુ એક છે
By: admin   PUBLISHED: Mon, 11 Sep 2017 18:00:39 +0530 | UPDATED: Mon, 11 Sep 2017 18:00:39 +0530

પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ

અત્યારે તમામ ટ્રેડિંગ ટોપિક્સ વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વસ્તુની ઘણી ચર્ચા છે.  એએલટી બાલાજીની આગામી વેબ સીરીઝ રાગિની એમએમએસ-૨.૨ને લઈ અત્યારે ખૂબ જ ચર્ચા છે. થોડા દિવસ અગાઉ સીરીઝનો ફર્સ્ટલુક સામે આવ્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ બબાલ મચાવી હતી. ત્યારે આ સીરીઝનુ પ્રથમ પોસ્ટર જાહેર કરાયુ છે. 

આ પોસ્ટરને જોઈને એ વધુ સ્પષ્ટ થઈ ગયુ છે કે આ વેબસીરીઝમાં હોરર અને બોલ્ડનેસની ભરમાર જોવા મળશે. પોસ્ટરમાં કરીશ્મા શર્મા અને સિદ્ધાર્થ ગુપ્તાની બોલ્ડ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે વેબસીરીઝમાં હોટસીનની ભરમાર હશે. સુત્રોના મતે આ પોસ્ટર ઇન્ડિયન ડિઝિટલ પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવેલ અત્યાર સુધીના સૌથી બોલ્ડ પોસ્ટરમાંનુ એક છે. 

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી રીયા સેન પણ આ વેબસીરીઝનો ભાગ છે. તે આ સીરીજમાં સિમરન નામની યુવતિના પાત્રમાં જોવા મળશે.  આ વેબસીરીઝની વાર્તા બે યુવતિઓ પર આધારીત છે. આ બન્ને યુવતિઓએ પોતાના કોલેજની કેટલીક અસામાન્ય ઘટનાઓની સાક્ષી બની છે. બન્ને આ રહસ્યોને ઉકેલવા માટે જરુરી બતાવવામાં આવેલ એમએમએસની સીડીને શોધવામાં લાગી જાય છે. આ દરમિયાન શું શું બને છે તે વેબસીરીઝમાં દર્શાવવામાં આવશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.