નોટબંધીના ફાયદાઓ પર ભારે પડશે નુકશાન : રાજન

સરકારને નોટબંધીનો વૈકલ્પિક માર્ગ પણ દર્શાવ્યો હતો, જોકે સરકારે નોટબંધીને પસંદ કરી : રઘુરામ રાજન
By: admin   PUBLISHED: Tue, 05 Sep 2017 14:37:26 +0530 | UPDATED: Wed, 06 Sep 2017 15:41:18 +0530

સરકારને પહેલા જ આપી હતી ચેતવણી

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવુ છે કે તેમણે ક્યારેય બહુચર્ચિત નોટબંધીનું સમર્થન કર્યુ નથી. રાજને જણાવ્યુ હતું કે મેં તો નોટબંધીના સંભવિત નુકશાન અંગે સરકારને પહેલાથી જ ચેતવણી આપી દીધી હતી. રાજને પોતાના પુસ્તક આઈ ડુ વોટ આઈ ડુ : ઓન રીફોર્મ્સ રીટોરીક એન્ડ રીઝોલ્વમાં આ ખુલાસો કર્યો છે. રાજને જણાવ્યુ હતું કે, ફેબ્રુઆરી ૨૦૧૬માં સરકારે ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાંથી દૂર કરવા અંગે મારો મત માંગ્યો હતો. ત્યારે મેં આ પગલાના સંભવિત નુકશાન અંગે સરકારને સ્પષ્ટ જણાવ્યુ હતું. 

રાજને લખ્યુ છે કે, મેં સરકારને સ્પષ્ટ શબ્દમાં જણાવ્યુ હતું કે, લાંબા ગાળે તેના કેટલાક ફાયદા મળી શકે છે પરંતુ તેનાથી થતુ નુકશાન ફાયદા કરતા અનેક ગણુ વધારે હશે.  સરવાળે આ પગલુ ખોટનો સોદો સાબિત થશે.

રાજને વધુમાં જણાવ્યુ છે કે મેં સરકારને એક યાદી સોંપી હતી, જેમાં નોટબંધીના સંભવિત નુકશાન અને ફાયદા અંગે જણાવ્યુ હતું. સાથે જ આ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવાના અન્ય વૈકલ્પિક માર્ગો પણ દર્શાવ્યા હતા. જોકે તેમ છતાં સરકારે નોટબંધીનો માર્ગ જ પસંદ કર્યો હતો. મેં નોટબંધી લાગુ કરવા માટે જરૂરી તૈયારીઓ અને તેના માટે લાગતો સમય અંગે પણ માહિતી આપી હતી. પરંતુ રીઝર્વ બેંકે અપુરતી તૈયારીઓ  સાથે નોટબંધી લાગુ કરી. જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. 

મહત્વનુ છે કે રાજને ૪ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ આરબીઆઈનું ગવર્નર પદ છોડ્યુ હતું. જ્યારે સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ની મધ્યરાત્રિથી દેશમાં નોટબંધી લાગુ કરી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.