રાફેલ નડાલે ૧૬મુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી લીધુ

ફાઈનલ મેચમાં નડાલે દ. આફ્રિકાના કેવીન એન્ડરસનને ૬-૩, ૬-૩, ૬-૪થી સીધા સેટમાં પરાજય આપ્યો
By: admin   PUBLISHED: Mon, 11 Sep 2017 13:46:48 +0530 | UPDATED: Mon, 11 Sep 2017 13:46:48 +0530

યુએસ ઓપનમાં નડાલનો વિજય

સ્પેનિસ ટેનિસ સ્ટાર રાફેલ નડાલે કેવીન એન્ડરસનને ૬-૩, ૬-૩, ૬-૪થી હરાવીને યુએસ ઓપન મેન્સ સિંગલ્સનું ટાઈટલ પોતાને નામે કરી લીધુ છે. ફાઈનલ મેચમાં વિજય સાથે આ સ્પેનિસ ખેલાડીએ પોતાની કારકિર્દીનું ૧૬મુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યુ છે. આ સાથે જ રાફેલ નડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવા મામલે બીજા ક્રમે પહોંચી ગયો છે અને તે સ્વીસ ટેનિસ સ્ટાર રોઝર ફેડરરના ૧૯ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલથી માત્ર ત્રણ ટાઈટલ પાછળ છે.  

મહિલા સિંગલ્સમાં જ્યાં આ વર્ષે નવી વિજેતા સામે આવી છે.ત્યારે પુરુષ સિંગલ્સમાં જુના અને જાણીતા ટેનિસ સ્ટાર નડાલે ટાઈટલ પર પોતાનો કબજો જમાવ્યો છે. આ નડાલનું ચોથુ યુએસ ઓપન ટાઈટલ છે. જોકે, પ્રથમ વખત નડાલને એવી ફાઈનલ મેચ રમવા મળી હતી જેમાં તેની સામે જોકોવીચ ન હોય. આ પહેલા નડાલે ત્રણ વખત યુએસ ટાઈટલ જીત્યુ હતું, જેમાં ત્રણેય વખત ફાઈનલમાં જોકોવીચને હરાવ્યો હતો.

દુનિયાના નંબર-વન ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ફાઈનલમાં શાનદાર રમત દાખવી હતી. તેણે પોતાના દક્ષિણ આફ્રિકાના હરીફને મેચમાં પરત ફરવાની એકપણ તક આપી નહતી. આખી મેચમાં એન્ડરસન એકપણ બ્રેક પોઈન્ટ મેળવી શક્યો નહતો. નડાલે વર્ષ ૨૦૧૩ બાદ પ્રથમ વખત એક જ વર્ષમાં બે ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે, તેણે ચાલુ વર્ષે જુન મહિનામાં ફ્રેન્ચ ઓપનનુ ટાઈટલ જીત્યુ હતું. નડાલ ૧૦ વખત ફ્રેન્ચ ઓપનનુ ટાઈટલ પોતાને નામે કરી ચુક્યો છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.