નડાલને એટીપી વર્લ્ડ નંબર ૧ એવોર્ડ મળ્યો

ચોથી વખત મેળવ્યુ સન્માન
By: admin   PUBLISHED: Mon, 13 Nov 2017 21:05:43 +0530 | UPDATED: Mon, 13 Nov 2017 21:05:43 +0530

લંડન,

સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલને એટીપી વર્લ્ડ ટૂરની ફાઈનલ્સ માટેની રેકીંગમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. ૩૧ વર્ષીય નડાલે ૨૧ ઓગસ્ટે બ્રિટેનના એન્ડી મરેને હરાવી વર્લ્ડ રેકીંગમાં પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. તે ચોથી વખત વર્ષના અંત સુધી નંબર વન ખેલાડી બની રહેશે. આ પહેલા રાફેલ નડાલ ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૩માં વર્ષના અંત સુધી નંબર-૧નો તાજ પોતાની પાસે રાખવામાં સફળ રહ્યો હતો.

નડાલે ચાલુ સીઝનમાં ૬ ટાઈટલ જીત્યા છે, જેમાં ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનના સ્વરુપમાં બે ગ્રાન્ડસ્લેમ ટાઈટલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બે એટીપી માસ્ટર ટાઈટલ પણ તેણે જીત્યા છે. જ્યારે ચાલુ વર્ષે અન્ય બે ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ સ્વિત્ઝરલેન્ડના રોઝર ફેડરરે જીત્યા છે. તેમણે ઓસ્ટ્રેલિયન ઓપન અને વિંબલડનનુ ટાઈટલ જીત્યુ છે.

એટીપી વર્લ્ડ રેકીંગના ઈતિહાસમાં નડાલ વર્ષના અંત સુધી નંબર-૧ રહેનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. નવી રેકીંગ મુજબ નડાલ બાદ રોઝર ફેડરર બીજા ક્રમે છે, જ્યારે જર્મનીનો એલેકજેન્ડર જ્વેરેવ ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાનો ડોમીનીક થીમ ચોથા ક્રમે છે. જ્યારે ક્રોએશિયાનો મારીન શીલીચ પાંચમા ક્રમે છે.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.