પાકિસ્તાના પંજાબમાં શાળાના બાળકો માટે ડાંસ પર પ્રતિબંધ

કોઈપણ કાર્યક્રમમાં બાળકો પાસે ડાંસ કરાવનાર શાળાનુ લાયસન્સ રદ્દ થશે : સંચાલકો સામે થશે કાર્યવાહી
By: admin   PUBLISHED: Tue, 13 Mar 2018 15:09:31 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 15:09:31 +0530

ડાંસને સરકારે ગણાવ્યુ અનૈતિક કૃત્ય

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શાળાઓમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ડાંસ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તર્ક આપવામાં આવ્યો છે કે લોકો સામે ડાંસ કરવો અનૈતિક કૃત્ય છે. સ્થાનિક સરકારે જાહેર કરેલ નોટિસમાં જણાવ્યુ છે કે શાળાના બાળકોને ડાંસ કે તેના જેવી કોઈપણ અનૈતિક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે દબાણ કરવુ એ ઈસ્લામ ધર્મના વિરોધમાં છે અને આ પ્રકારનુ દબાણ કરનાર શાળાઓનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવશે. તેમજ સંસ્થાના માલિક કે શિક્ષક જે પણ આ કાયદાનો ભંગ કરશે તેને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

નોટિસમાં જણાવાયુ છે કે, શાળાઓના વિશેષ કાર્યક્રમ જેવા કે અવનવી સ્પર્ધાઓ, પેરેન્ટ્‌સ ડે અને ટીચર્સ ડે દરમિયાન બાળકો પાકિસ્તાની અને ભારતીય ગીતો પર ડાંસ કરતા જોવા મળે છે. પરંતુ હવે ગમે તેવા પ્રસંગ હોય સરકારી નિયમ મુજબ, શાળાના બાળકોના ડાંસ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ પ્રતિબંધ સરકારી અને ખાનગી એમ બન્ને પ્રકારની શૈક્ષણિક સંસ્થા માટે લાગુ પડશે.

પંજાબ સરકારે જિલ્લા શિક્ષણાધિકારીઓને આ નિયમનુ ચુસ્તપણે પાલન કરાવવાની જવાબદારી સોંપી છે.  તેમજ નિયમનો ભંગ કરનાર શૈક્ષણિક સંસ્થાનુ લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવા માટે પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. પંજાબ પ્રાંતની સરકારના આ ફરમાનને શૈક્ષણિક નિષ્ણાંત દ્વારા એક કટ્ટરવાદ ગણાવવામાં આવ્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.