પ્રો કબડ્ડી લીગની હરાજી ૩૦-૩૧ મેનાં રોજ થશે

૪૨૨ ખેલાડી હરાજીમાં જોડાશે
By: admin   PUBLISHED: Tue, 15 May 2018 16:01:04 +0530 | UPDATED: Tue, 15 May 2018 16:01:04 +0530

મુંબઈ,

પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સિઝન માટે ખેલાડીઓની હરાજી આગામી ૩૦ અને ૩૧મેના રોજ મુંબઈ ખાતે યોજાશે. આ હરાજીમાં કુલ ૪૨૨ ખેલાડીઓ ભાગ લેશે. હરાજીમાં ભાગ લેનારી ૧૨ ટીમોમાં દરેક પાસે ચાર કરોડ રૂપિયાનુ બજેટ હશે. હરાજીમાં જોડાનાર ૪૨૨ ખેલાડીઓમાં ૫૮ વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થયા છે. આ ઉપરાંત રાષ્ટ્રવ્યાપી પ્રતીભા શોધ કાર્યક્રમ ફ્યુચર કબડ્ડી હીરોઝમાંથી ૮૭ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

હરાજીમાં ભાગ લેનાર ૧૨ ટીમો બંગાળ વોરિયર્સ, બેંગલુરુ બુલ્સ, દબંગ દિલ્હી, ગુજરાત ફાર્ચ્યુનજાયન્ટસ, હરિયાણા સ્ટીલર્સ, પટના પાઈરેટ્‌સ, પુનેપી પલ્ટન, તમિલ થલાઈવાઝ, તેલગુ ટાઈટન્સ, જયપુર પિંક પેન્થર્સ અને યુ મુમ્બા પાસે ૧૮થી ૨૫ ખેલાડીઓ ખરીદવાની તક રહેશે. આ ઉપરાંત દરેક ટીમ ફ્યુચ કબડ્ડી હીરોઝમાંથી ત્રણ ખેલાડીઓની પસંદગી કરી શકશે. આ ઉપરાંત કોઈ ટીમ પાસે ચાર ઈલીટ રીટને ખેલાડીઓ હોય તો તે હરાજીમાં ફાઈલ બિડ મેચનો એક વખત ઉપયોગ કરી શકશે. દરેક ટીમ પોતાની સાથે બેથી ચાર વિદેશી ખેલાડીઓ સામેલ કરી શકશે. જયપુર, યુપી અને યુમુમ્બા ટીમે કોઈ ખેલાડી રિટેન કર્યા નખી

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.