મારી અભિનય યાત્રા સહેલી નથી રહી : પ્રિયંકા ચોપડા

આજે પણ મારે ક્યારેક કોેઈ સ્થળે જઈને મારે મારો પરિચય આપવો પડે છે કે હું પ્રિયંકા ચોપડા : પ્રિયંકા
By: admin   PUBLISHED: Wed, 06 Dec 2017 20:34:52 +0530 | UPDATED: Wed, 06 Dec 2017 20:34:52 +0530

ટોચની અભિનેત્રીએ કર્યો ખુલાસો

બોલીવુડમાં ફિલ્મ અંદાજથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરની કલાકાર બની ગઈ છે. ત્યારે પોતાની બોલીવુડ ફિલ્મ યાત્રા અંગે વાત કરતા પ્રિયંકા ચોપડાએ  જણાવ્યુ હતું કે, હું ભલે આંતરરાષ્ટ્રીય કલાકાર ગણાતી હોઉં, પણ મારી અભિનય યાત્રા સહેલી નથી રહી. મેં પણ ઘણા કપરા ચડાણ ચઢ્યા હતા. હાલ એબીસીની ક્વાન્ટિકો ટીવી સિરીયલની ત્રીજી સીઝનમાં ચમકી રહેલી પ્રિયંકા ચોપડાએ બેવોચ જેવી હોલીવુડ ફિલ્મમાં પણ કામ કર્યુ હતં. ઉપરાંત તે અન્ય બે હોલીવુડ ફિલ્મો પણ સાઈન કરી ચુકી છે. 

પ્રિયંકાએ જણાવ્યુ હતું કે, આજે પણ મારે ક્યારેક કોેઈ સ્થળે જઈને મારા પરિચય રૂપે કહેવુ પડે છે કે હું પ્રિયંકા ચોપડા. ભારતીય અભિનેત્રી છું. ભલે મને ગ્લોબલ સ્ટાર ગણાવાતી હોય. વિશ્વમાં એવા ઘણા લોકો છે જે મને નથી ઓળખતા. હેલ્લો મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ પોતાની અભિનય યાત્રાની વિગતો આપી હતી અને કહ્યુ હતું કે મારા માટે આ સ્થાને પહોંચવાનુ કંઈ સાવ સહેલુ નહતુ. મારી પણ ઘણી કસોટી થઈ અને મારે પણ ઘણા સંકટો સહન કરવા પડ્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.