મારી પર્સનલ લાઈફ મારી છે પબ્લિકની નહીં : પ્રિયંકા

હું એક છોકરી છું અને મારા હક બને છે કે હું આ મારા સુધી સિમિત રાખુ : અભિનેત્રી પ્રિયંકા ચોપડા
By: admin   PUBLISHED: Tue, 07 Aug 2018 22:07:11 +0530 | UPDATED: Tue, 07 Aug 2018 22:07:11 +0530

પ્રિયંકાએ સગાઈની અટકળો પર આપ્યો જવાબ

બોલીવુડ બાદ હોલીવુડમાં પોતાની કારકિર્દી જમાવવામાં લાગેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા છેલ્લા ઘણા સમયથી તેના બોયફ્રેન્ડ નિક જોનસ સાથેના સંબંધોને લઈ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની સગાઈના અહેવાલોએ બહુ જોર પકડયુ છે. યુએસ મીડિયાએ તો કન્ફર્મ પણ કરી દીધુ હતું કે પ્રિયંકા અને નિકે ચાલુ વર્ષે જુલાઈમાં પ્રિયંકાના બર્થડે પર જ સગાઈ કરી લીધી.

આ અહેવાલો બાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો અભિનેત્રી પ્રિયંકા ચોપડાની ટિકા પણ કરી હતી તો કેટલાક લોકો તેને સગાઈ બદલ શુભકામનાના મેસેજ પણ પાઠવી રહ્યા હતા. પોતાની સગાઈના અહેવાલોને લઈ પ્રિયંકા ખૂબ જ ટ્રોલ થઈ રહી હતી, ત્યારે આખરે અભિનેત્રીએ આ મામલે પોતાનુ સ્ટેમેન્ટ આપ્યુ છે.

એક ઈવેન્ટ દરમિયાન પ્રિયંકાએ જણાવ્યુ કે, તેની પર્સનલ લાઈફ પબ્લિક માટે નથી અને ન તો તે ઈચ્છે છે કે પબ્લિક તેના વિશે બધુ જાણે. તે  તેણે જણાવ્યુ કે, મારી સમગ્ર લાઈફ, ખાસ કરીને મારી પર્સનલ લાઈફ પબ્લિક માટે નથી. મારી ૯૦ ટકા લાઈફ ભલે પબ્લિક માટે હોય પરંતુ ૧૦ ટકા લાઈફ મારા પોતાના માટે છે. હું એક છોકરી છું અને મારા હક બને છે કે હું આ મારા સુધી સિમિત રાખુ.

પ્રિયંકાએ જણાવ્યુ કે, ઘણી વખત હું હસુ છું તો ઘણી વખત ગુસ્સો પણ આવે છે પરંતુ હું સહન કરી લઉ છું. જોકે, પ્રિયંકાએ પોતાના નિવેદનમાં એ અંગે સ્પષ્ટતા નથી કરી કે તેણે નીક સાથે સગાઈ કરી લીધી છે કે નહીં? જોકે તેના હાથમાં પહેરેલ રીંગ એ વાત તરફ સંકેત આપે છે કે તેમણે સગાઈ કરી લીધી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.