હોલીવુડમાં પ્રિયંકા ચોપડા બની રંગભેદનો શિકાર

હોલીવુડમાં આજે પણ ગોરા લોકોને અપાય છે પ્રાથમિક્તા : પ્રિયંકાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ
By: admin   PUBLISHED: Thu, 12 Apr 2018 16:25:32 +0530 | UPDATED: Thu, 12 Apr 2018 16:25:32 +0530

ઘઉંવર્ણા રંગથી ગુમાવવી પડી ફિલ્મ

અભિનેતાઓ અને અભિનેત્રીઓ વચ્ચે ફીમાં રહેલ અસમાનતાનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનુ કેન્દ્ર બનેલ છે. ત્યારે બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં સ્થાન મેળવનાર પ્રિયંકા ચોપડાએ આ અંગે ખુલીને પોતાના વિચાર રજુ કર્યા હતા એટલુ જ નહીં પ્રિયંકા ચોપડાએ પોતાની સાથે થયેલ એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યોહતો. જેમાં તેને રંગભેદના કારણે હોલીવુડની એક ફિલ્મ ગુમાવવી પડી હતી.

પ્રિયંકાને પૂછવામાં આવ્યુ કે મહિલાઓ અથવા અન્ય જાતિના લોકોને કામનુ સમાન વેતનની વાત આવે ત્યારે હોલીવુડમાં કેવો વ્યવહાર થાય છે? ત્યારે આ અંગે પ્રિયંકાએ જણાવ્યુ કે રંગભેદના કારણે મારે એક હોલીવુડની ફિલ્મ ગુમાવવી પડીહતી. તે ફિલ્મ માટે મેં અરજી કરી હતી પરંતુ તેમના સ્ટુડીયોમાંથી કોલ આવ્યો જેમણે મારા એજન્ટને જણાવ્યુ કે મારી શારીરિક બનાવટ યોગ્ય નથી જેથી ફિલ્મમાં લઈ શકાય તેમ નથી.

પ્રિયંકાએ જણાવ્યુ હતું કે આ ઘટનાથી મને એવા વિચાર આવવા લાગ્યા હતા કે શું મારા ચહેરાનો રંગ હજી ગોરો હોવો જોઈએ. આખરે શારીરિક બનાવટ યોગ્ય ન હોવાનો મતલબ શું છે? આ અંગે મારા એજન્ટે મને જણાવ્યુ કે તેમને કોઈ એવો કલાકાર જોઈતો હતો જેના ચહેરાનો રંગ ઘઉંવર્ણો ન હોય.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.