હવે જથ્થાબંધ મોંઘવારી દર વધીને ૬ મહિનાની ટોચ પર

ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ૩.૫૯ ટકા રહ્યો, જે ગત મહિને ૨.૬ ટકાની સપાટીએ હતો
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 22:18:03 +0530 | UPDATED: Thu, 16 Nov 2017 13:58:08 +0530

પેટ્રોલમાં વધેલા ભાવે વધારી મુશ્કેલી

દેશમાં છૂટક ફુગાવાનો દર ૭ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ મોટાપાયે વધારો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ૬ મહિનાના ટોપ પર પહોંચી છે. ભારતમાં ખાદ્ય પદાર્થોમાં તેમાં પણ ખાસ કરીને લીલા શાકભાજીના ભાવમાં આગ ઝરતી તેજીના પગલે મોંઘવારીનો દર ઓક્ટોબર મહિનામાં વધીને ૩.૫૯ ટકાએ પહોંચ્યો છે.

સપ્ટેમ્બરમાં આ આંકડો ૨.૬ ટકા હતો.

જથ્થાબંધ મોંઘવારી દરમાં વૃદ્ધિ માટે ખાદ્ય અને પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતમાં આવે ઉછાળાને કારણ માનવામાં આવે છે. ગ્રાહક કિંમત સુચકાંક (સીપીઆઈ) આધારીત મોંઘવારીનો દર સપ્ટેમ્બર માસમાં ૩.૨૮ ટકા હતો, જે ગત ઓક્ટોબરમાં ૪.૨ ટકા હતો.

કેન્દ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય (સીએસઓ)ના જણાવ્યા મુજબ ખાદ્ય વસ્તુઓમાં મોંઘવારી દર ઓક્ટોબરમાં વધીને ૧.૯ ટકા થયો છે. જે સપ્ટેમ્બરમાં ૧.૨૫ ટકા જ હતો. જ્યારે લીલા શાકભાજીની શ્રેણીમાં મોંઘવારી બે ગણી થઈને ૭.૪૭ ટકા થઈ હતી. જે સપ્ટેમ્બર મહિનામાં ૩.૯૨ ટકા હતી. જ્યારે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત ગણાતા ઈંડા અને દૂધમાં પણ મોંઘવારીનો દર ઉંચો રહ્યો હતો.

જોકે ત્રિમાસિક આધારે ઓક્ટોબરમાં ફળોની કિંમતમાં ઘટાડો થયો હતો. જ્યારે દાળોની કિંમતમાં પણ ઘટાડો યથાવત છે. જ્યારે ત્રિમાસિક આધારે ઈંધણ અને વીજળી મોંઘી થઈ છે. જ્યારે નિવાસ શ્રેણીમાં મોંઘવારીમાં વધારો નોંધાયો છે.

રીઝર્વ બેંકની ધિરાણ નીતિને જોતા જથ્થાબંધ મોંઘવારીનો દર મહત્વપૂર્ણ છે. તમામ બેંકો આના આધારે જ મહત્વના નીતિગત નિર્ણયો લે છે.જોકે આના બાદ તમામ લોકોની નજર આરબીઆઈની ધિરાણ નીતિની સમીક્ષા માટે યોજાનારી છ માસિક બેઠક પર રહેશે. જે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં ૫-૬ ડિસેમ્બરે યોજાનારી છે.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.