પ્રતિક બબ્બર સાથે મળીને ફિલ્મ બનાવી શકે છે સાન્યા

સાન્યા હાલમાં જ લંડનમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ પૂર્ણ કરી ભારત પરત ફરી છે : ટૂંકમાં બનાવશે ફિલ્મ
By: admin   PUBLISHED: Mon, 11 Sep 2017 17:59:38 +0530 | UPDATED: Mon, 11 Sep 2017 17:59:38 +0530

સાન્યા સાગર છે પ્રતિક બબ્બરની ખાસ મિત્ર

બોલીવુડનો જાણીતો ચહેરો બની ચુકેલ પ્રતીક બબ્બરની ખાનગી લાઈફમાં કંઈક સારુ ચાલી રહ્યુ હોવાના અહેવાલ સામે આવ્યા છે. એક સમયે ડ્રગ્સની ચપેટમાં રહેલ પ્રતિક બબ્બર હવે ધર્મશાળામાં ડ્રગ્સમાં ફસાયેલ લોકો માટે વેલફેયર સેંટર ખોલવા જઈ રહ્યો છે.

આ ઉપરાંત તે અનુભવ સિન્હાની થ્રિલર ફિલ્મ બાગી-૨માં ટાઈગર શ્રોફ અને દિશા પટાનીની સામે વિલન તરીકે જોવા મળશે. ખાનગી જીવનની વાત કરવામાં આવે તો પ્રતિક સાથે સંકળાયેલ સારા અહેવાલ એ છે કે, તેને પરફેક્ટ પાર્ટનર મળી ગઈ છે. પ્રતિકની પરફેક્ટ પાર્ટનર ૨૭ વર્ષીય સાન્યા સાગર રાઈટર અને ડાયરેક્ટર છે. 

સુત્રોના જણાવ્યા મુજબ, સાન્યા મૂળ લખનઉની છે અને તેના પિતા રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ છે. આઠ વર્ષથી એકબીજાને જાણનાર પ્રતિક અને સાન્યા છ મહિના પહેલા ત્યારે નજીક આવ્યા જ્યારે સાન્યા લંડનથી ગ્રેજ્યુએટ પુરુ કરી પરત ફરી.

આપને જણાવી દઈએ કે, પ્રતિક બબ્બરના પિતા રાજ બબ્બર પણ એક અભિનેતાની સાથે-સાથે કોંગ્રેસ પાર્ટીમાં નેતા છે. જોકે પ્રતિક અને સાન્યાને રાજકારણ નહીં પણ ફિલ્મો પ્રત્યેની તેમની રુચિ સાથે લાવી છે. સુત્રોના જણાવ્યા મુજબ, લંડનથી ફિલ્મ મેકીંગનો અભ્યાસ પૂર્ણ કરીને પરત ફરેલ સાન્યા હવે પ્રતિક સાથે મળીને કોઈ ફિલ્મ કરી શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.