આવાસ યોજના: વડોદરા મેયર સામે ૨ હજાર કરોડના કૌભાંડના આક્ષેપો

કૌભાંડમાં મુખ્યમંત્રી પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યા, કૌભાંડ દબાવવા માટે સ્થાનિક ધારાસભ્યના પણ પ્રયત્ન
By: admin   PUBLISHED: Thu, 11 Jan 2018 22:03:13 +0530 | UPDATED: Sat, 13 Jan 2018 13:54:13 +0530

આવાસ યોજનામાં આચરાયુ કૌભાંડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી મહત્વકાંક્ષી યોજના છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના તમામ લોકો પાસે પોતાનુ ઘર હોય. તે હેતુથી અમલી બનાવવામાં આવેલી યોજનામાં વડોદરામાં મસમોટુ કૌભાંડ આચરાયુ હોવાની વિગતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.  મળતી માહિતી મુજબ, વડોદરાના મેયર અને ધારાસભ્યએ મળીને રૂપિયા ૨૦૦૦ કરોડની હેરાફેરી કરી હોવાની વિગતો સામે આવી છે.  

આ કૌભાંડમાં ઓળખીતા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાની માહિતી સામે આવી છે. લગભગ ૨ હજાર કરોડના આ કૌભાંડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વડોદરાના મેયર ભરત ડાંગરનુ મોટુ કૌભાંડ ઉજાગર થાય તેવી શક્યતા છે. 

યોજના અંતર્ગત જે કંપનીને કામ આપવામાં આવ્યુ હતું તે મેયર ભરત ડાંગરના નજીકના ગણાતા વ્યક્તિ હોવાનુ બહાર આવ્યુ છે. સાથે જ કંપનીાઓ દ્વારા રીંગ બનાવીને ટેન્ડર ભર્યા હોવાની પણ માહિતી સામે આવી છે. આ કૌભાંડમાં તમામ બાબતો બહાર આવતા મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટ રદ્દ કરવા માટે નોટિસ પાઠવી દીધી છે. જોકે કરોડોના આ કૌભાંડને દબાવવા માટે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો હોવાનુ પણ સામે આવ્યુ છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.