મગાધીરાની હિન્દીમાં રીમેક બનાવશે પ્રભુદેવા

હજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવામાં આવી રહ્યુ છે
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 15:31:10 +0530 | UPDATED: Thu, 09 Aug 2018 15:31:10 +0530

મુંબઈ,

બાહુબલીના ડાયરેક્ટર એસએસ રાજમૌલીની સાઉથની સુપરહિટ ફિલ્મ મગાધીરાની હિન્દી રીમેકના રાઈટ્‌સ સાજિદ નડિયાદવાલાની પાસે છે.  સુત્રોના જણાવ્યા અનુસાર, હવે આ ફિલ્મને પ્રભુ દેવા ડાયરેક્ટ કરશે.  ફિલ્મ મગાધીરાની હિન્દી રીમેકમાં શાહિદ કપુર લીડ એક્ટરના રુપમાં જોવા મળે તેમ સુત્રોએ જણાવ્યુ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, આ રોલ માટે શાહિદ પહેલા રિતીક રોશનને ઓફર કરવામાં આવી હતી પરંતુ રિતીકે આ રોલ માટે ના પાડી દીધી હતી. જોકે હજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, હજી આ ફિલ્મમાં અભિનેત્રી કોણ હશે તે અંગે કોઈ પસંદગી કરાઈ નથી. સાઉથમાં બનેલ ફિલ્મ મગાધીરામાં સુપર સ્ટાર રામ ચરણ અને કાજલ અગ્રવાલ મુખ્ય રોલમાં હતા અને આ ફિલ્મ એસએસ રાજમૌલીએ ડાયરેક્ટ કરી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.