૩ દિનમાં પોસ્ટર બોય્ઝની ૭.૨૫ કરોડની કમાણી

પોસ્ટર બોય્ઝ બનાવવા માટે ૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે
By: admin   PUBLISHED: Mon, 11 Sep 2017 17:50:32 +0530 | UPDATED: Mon, 11 Sep 2017 17:50:32 +0530

મુંબઈ,

અભિનેતા સની દેઓલ, બોબી દેઓલ અને શ્રેયસ તલપડેની ફિલ્મ પોસ્ટર બોયઝ ધીમી ગતિએ બોક્સ ઓફિસ પર પોતાનો રંગ દેખાડી રહી છે. આ ફિલ્મના વીકેન્ડ કલેક્શનના આંકડા સામે આવ્યા છે. જોકે, હજી સુધી ફિલ્મ વીકેન્ડમાં પોતાના બજેટનો આંકડો પાર નથી કરી શકી. ફિલ્મે ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર ૭.૨૫ કરોડની કમાણી કરી છે. જોકે, પોસ્ટર બોય્ઝ બનાવવા માટે ૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ફિલ્મે રીલીઝ થયાના પ્રથમ દિવસે ૧.૭૫ કરોડની કમાણી કરી હતી. પરંતુ પોસ્ટર બોય્ઝની કમાણીમાં શનિવારે ૩૭ ટકાનો વધારો થયો હતો અને ફિલ્મે ૨.૪૦ કરોડની કમાણી કરી. જ્યારે ત્રીજા દિવસે ફિલ્મે શુક્રવારની સરખામણીએ ૮૦ ટકા વધુ કમાણી કરી. ફિલ્મે ત્રીજા દિવસે એટલે કે રવિવારે ૩.૧ કરોડની કમાણી કરી.શ્રેયસ તલપડેના ડાયરેક્શનમાં બનેલ પોસ્ટર બોય્ઝ હવે ધીમી ગતિએ પોતાની કમાણીમાં વધારો કરી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.