ભડકાઉ ભાષણ બદલ ઈમરાન ખાન માંગે માફી : ઈસીપી

ભડકાઉ ભાષણ અને ચુંટણી આચારસંહિતાના ભંગ બદલ ઈમરાન ખાન પાસે લેખિતમાં માફી માંગવા જણાવાયુ
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 13:03:49 +0530 | UPDATED: Fri, 10 Aug 2018 13:03:49 +0530

પાકિસ્તાન ચુંટણી આયોગે લગાવી ફટકાર

પાકિસ્તાનના વડાપ્રધાન બનતા પહેલા પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના ચેરમેન ઈમરાન ખાને લેખિતમાં માફી માંગવી પડી શકે છે. પાકિસ્તાન ચુંટણી આયોગ (ઈસીપી)એ ભડકાઉ ભાષણ આપવા અને ચુંટણી આચારસંહિતાના ભંગ બદલના આરોપમાં ઈમરાન ખાન પાસે લેખિતમાં માફી માંગવા જણાવ્યુ છે.

ચુંટણી આયોગે ઈમરાન ખાનના વકિલ બાબર અવાનને જણાવ્યુ કે, મામલામાં ઈમરાન ખાને આજ સાંજ સુધીમાં માફીનામુ દાખલ કરવાનુ રહેશે, જેમાં તેમના પોતાના હસ્તાક્ષર હોય. ઈમરાન ખાન પર ચુંટણી અભિયાન દરમિયાન વિપક્ષી દળોના નેતાઓ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો, ભડકાઉ ભાષણ આપવા અને ચુંટણી આચારસંહિતાના ભંગની બે ફરીયાદો દાખલ થઈ હતી.

ઈસીપીએ ચુંટણી આચારસંહિતાના ઉલ્લંઘન કરવા મામલે ઈમરાન ખાન સાથે મૌલાના ફઝલુર રહમાન, સરદાર સાદિક અને પરવેઝ ખટકને ચેતવણી આપતા છોડી મુક્યો છે. મુખ્ય ચુંટણી કમિશનર જસ્ટિસ સરદાર મોહમ્મદ રઝાની અધ્યક્ષતાવાળી ચાર સભ્યોની બેંચે ચારેય નેતાઓને ભવિષ્યમાં આવા ભડકાઉ ભાષણ ન આપવાની કડક સુચના આપી છોડી મુક્યા છે.

 આ પહેલા નેશનલ એસેંબલીના પૂર્વ સ્પીકર સાદિક અને ખૈબર પખ્તુનખ્વાના પૂર્વ મુખ્યમંત્રી ખટકે ચુંટણી આયોગ સમક્ષ લેખિત માફીનામુ દાખલ કર્યુ હતું. તેમજ જમાત ઉલેમા એ ઈસ્લામના પ્રમુખ ફઝલે પણ લેખિતમાં માફી માંગી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.