ઇન્દોર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાઉદી વ્હોરા
સમાજ દ્વારા આયોજિત ઇમામ હુસેનની શહાદત અંગે યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લેવા માટે
મધ્યપ્રદેશના ઈન્દૌરની સૈફી મસ્જીદમાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ દાઉદી વ્હોરા સમાજના
૫૩માં ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે મુલાકાત કરી ઉપસ્થિત વ્હોરા સમાજને
સંબોધન કર્યુ હતું. પીએમ મોદીએ કહ્યું કે તે જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે
વ્હોરા સમાજે તેમને ઘણી મદદ કરી હતી.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતનું એક પણ ગામ એવું નહીં હોય જ્યાં તમને વ્હોરા સમાજનો વેપારી જોવા ના મળે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યુ
હતું કે વ્હોરા સમાજ સૌને સાથે રાખીને ચાલે છે. સૈયદના સાહેબે સૈફી વિલા દેશને
સમર્પિત કર્યુ છે. સાથે જ તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, દાઉદી વ્હોરા સમાજના કાર્યક્રમમાં આવવુ એ મારા માટે સૌભાગ્યની વાત
છે.
પીએમ મોદીએ પોતાના વ્હોરા સમાજ સાથે
જુના સંબંધ હોવાની વાત પણ કરી હતી. વડાપ્રધાને ગાંધીજીને યાદ કરતા જણાવ્યુ હતું કે,
ગાંધીજી દાંડીયાત્રા સમયે સૈફી વિલામાં રોકાયા
હતા. ગાંધીજી અને સૈયદના સાહેબ ટ્રેનમાં
મળ્યા હતા. કુપોષણ સામેની લડાઈમાં પણ વ્હોરા સમાજે મદદ કરી. વ્હોરા સમાજ શાંતિનો
સંદેશ આપે છે. વ્હોરા સમાજના દરવાજા મારા માટે હંમેશા ખુલ્લા છે. રાષ્ટ્રભક્તિ પર વ્હોરા સમાજની ભૂમિકા મહત્વપૂર્ણ.
મહત્વનુ છે કે, આશરા મુબારકના આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ જગ્યાએ પોલીસના ૪ હજાર કર્મચારીઓને તૈનાત રાખવામાં આવ્યા હતા.