૨૧૦૦ વર્ગ ફુટ સુધીના ઘર માટે સરકાર આપશે સબસિડી

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યાજ સબસિડીનો લાભ લેવા પાત્ર ઘરોના વિસ્તારમાં ૩૩ ટકાનો વધારો
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 18:17:57 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 18:23:24 +0530

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ

જો તમારી વાર્ષિક આવક ૧૮ લાખ રૂપિયા સુધી છે અને તમે ત્રણ અથવા ચાર બેડરૂમ વાળો ૨,૧૦૦ વર્ગ ફુટ વિસ્તારનો ફ્લેટ અથવા ઘર ખરીદવા માંગો છે તો તમે પણ ૨.૩ લાખ રૂપિયાની વ્યાજ સબસીડીનો લાભ ઉઠાવી શકો છો. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મધ્યમ આવક ધરાવતા લોકો માટે પ્રધાનમંત્રી આવસ યોજના અંતર્ગત વ્યાજ સબસીડીના લાભ માટેનો ઘરોના કાર્પેટ વિસ્તારમાં ૩૩ ટકાનો વધારો કર્યો છે.

કેન્દ્ર સરકારે ક્રેડિટ લિંક સબ્સીડી યોજનાના વ્યાપમાં મધ્યમ આવક ધરાવતા વર્ગની પહેલી કેટેગરી એમઆઈજી-૧ના ઘરોના કોર્પેટ વિસ્તાર વધારીને ૧૬૦ વર્ગ મીટર અને એમઆઈજી-૨ કેટેગરીના ઘરો માટે કોર્પેટ વિસ્તાર વધારીને ૨૦૦ વર્ગ મીટર કરી દીધો છે. અત્યાર સધી એમઆઈજી-૧ કેટેગરિના ઘરો માટે કોર્પેટ વિસ્તાર ૧૨૦ વર્ગ મીટર અને એમઆજી-૨ કેટેગરીના ઘરો માટે કોર્પેટ વિસ્તાર ૧૫૦ વર્ગ મીટર હતો.  મોદી સરકારે ક્રેડિટ લિંગ સબસીડી યોજના અંતર્ગત એમઆઈજી-૧ કેટેગરીના ઘર ખરીદનારને ૨.૩૫ લાખ રૃપિયા અને એમઆઆજી -૨ કેટેગરીના ઘરો ઘરીદનાર માટે ૨.૩૦ લાખ રૂપિયા વ્યાજ સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે.

મહત્વનુ છે કે સરકારે ગત વર્ષે જાન્યુઆરી મહીનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના એવા લોકો માટે જાહેર કરી હતી. જેમની વાર્ષિક આવક ૬થી ૧૨ લાખ છે અને તેમને પ્રથમ શ્રેણીમાં, જ્યારે ૧૨થી ૧૮ લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોનો બીજી શ્રેણીમાં સમાવેશ કરાયો છે. જેમાંથી ૬થી ૧૨ લાખ વાર્ષિક આવક ધરાવતા લોકો એમઆઈજી-૧ કેટેગરીમાં આવે છે. જેમને લોન લઈને મકાન ખરીદવા પર ૯ લાખ રુપિયા સુધીની લોનની રકમ પર વ્યાજમાં ૪ ટકા સબસિડી મળે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.