બાંગ્લાદેશનું પ્લેન કાઠમંડુ એરપોર્ટ પર ક્રેશ થતા ૫૪ લોકોના મોત

વિમાનમાં ૬૭ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર્સ હતા સવાર, ઢાકાથી વિમાને ભરી હતી ઉડાણ : ૧૭ને બચાવાયા
By: Monika Vyas   PUBLISHED: Mon, 12 Mar 2018 15:58:50 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 22:34:39 +0530

કાઠમંડુમાં લેન્ડિંગ સમયે ક્રેશ થયુ વિમાન

નેપાળમાં કાઠમંડુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક મુસાફર વિમાન ક્રેશ થતા ખળભળાટ મચી ગયો છે. આ વિમાન બાંગ્લાદેશની યુએસ બાંગ્લા એરલાઈન્સનુ હોવાનુ સામે આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે વિમાન ત્રિભોવન ઈન્ટરનેશનલ એરપોર્ટના પૂર્વ ભાગમાં ક્રેશ થઈને પડ્યુ હતું. આ વિમાન ક્રેશ થતા ૫૦ મુસાફરો સહિત ૫૪ લોકોના મોત થયા છે. જ્યારે ૧૭ લોકોને બચાવવામાં સફળતા મળી છે. વિમાન ક્રેશ થયુ ત્યારે ૬૭ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર્સ વિમાનમાં હતા. બચાવવામાં આવેલ ૧૭ મુસાફરોને ગંભીર અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

 વિમાનમાં કુલ ૩૭ પુરુષો, ૨૭ મહિલાઓ અને બે બાળક સવાર હતા. સીવીલ એવિએશન ઓથોરીટી ઓફ નેપાળના ડાયરેક્ટર જનરલ સંજીવ ગૌતમે જણાવ્યુ હતું કે રન વે પર લેન્ડ કરતા સમયે વિમાનનુ સંતુલન બગડ્યુ હતું અને જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. તેમણે જણાવ્યુ કે વિમાનને રનવેના દક્ષિણ ભાગમાં લેન્ડ કરવાની મંજુરી અપાઈ હતી. પરંતુ વિમાન અચાનક ઉત્તર તરફ લેન્ડ કરવા લાગ્યુ.

અત્યારે આ દુર્ઘટના પાછળના કારણો જાણવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. અત્યારે અધિકારીઓએ વિમાનમાં ટેકનીકલ ખામીને જવાબદાર ગણાવી છે. એરપોર્ટ પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરના જણાવ્યા મુજબ વિમાન લેન્ડ કરતા સમયે ઝુકી ગયુ હતુ અને ત્યારે જ તેમાં આગ લાગી ગઈ હતી.

મહત્વનુ છે કે, આ વિમાને બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી ઉડાણ ભરી હતી અને બપોરે ૨ઃ૨૦ કલાકે તે કાઠમંડુમાં લેન્ડ થવાનુ હતું, જોકે તે દુર્ઘટનાનુ ભોગ બન્યુ. આ ઘટના સામે આવ્યા બાદ એરપોર્ટ બંધ કરી દેવાયુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.