હવે સમાચારપત્રો ઉપર નજર રાખવાનુ કામ કરશે પીઆઈબી

સમાચારપત્રો સંબંધિત કોઈપણ ફરીયાદની તપાસની જવાબદારી પણ પીઆઈબીને સોંપાઈ : અમલ શરુ થયો
By: admin   PUBLISHED: Fri, 22 Sep 2017 15:38:55 +0530 | UPDATED: Fri, 22 Sep 2017 15:38:55 +0530

આરએનઆઈ પાસેથી લેવાયો ચાર્જ

સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવતા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી)ને હવે ભારતના તમામ સમાચાર પત્રોની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારી અત્યાર સુધી રજિસ્ટ્રાર ઓફ ન્યુઝ પેપર ઓફ ઈન્ડિયા (આરએનઆઈ) પાસે હતી. 

સુત્રોના જણાવ્યા મુજબ સુચના અને પ્રસારણ મંત્રાલય આ સંબંધે આદેશ જાહેર કરી દીધા છે. જેના પરિપત્રમાં પીઆઈબીના અધિકારીઓના નામની સાથે-સાથે એ પ્રકાશનોના નામનો પણ ઉલ્લેખ કરાયો છે જેની તપાસ પીઆઈબીએ કરવાની છે.

સમાચારપત્રોમાં પ્રસારીત થતી જાહેરાતો પર મોનિટરીંગ રાખવાનુ કામ પણ હવેથી પીઆઈબી કરશે. જ્યારે પણ કોઈ સમાચારપત્ર પર તેના કન્ટેન્ટ કે જાહેરાતને લઈ ફરીયાદ થશે તો તે ફરીયાદ સીધી પીઆઈબીમાં જશે. ત્યારબાદ પીઆઈબી દ્વારા જે તે સમાચારપત્રમાં પ્રકાશિત થતા કન્ટેન્ટ અને જાહેરાતની તપાસ કરવામાં આવશે અને આ તપાસના આધારે નિર્ણય લેવામાં આવશે. મહત્વનું છે કે, ભારતમાં પ્રથમ વખત પીઆઈબીને સમાચારપત્રો પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ભારતમાં અત્યારે સમાચારપત્રો તરફથી પોતાના કન્ટેન્ટની સત્યતા ચકાસવા માટે કરવામાં આવેલ અરજીઓની યાદી ખૂબ જ લાંબી છે. આ ઉપરાંત સમાચારપત્રોની મંજુરી માટે આવતી અરજીઓમાં પણ એક વર્ષનુ વેઈટિંગ જોવા મળી રહ્યુ છે. આવી સ્થિતિમાં પીઆઈબી માટે આ નવી જવાબદારીનો બોજો ખૂબ જ મુશ્કેલ બનશે. 

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.