નાસ્તો કરાવવાના બહાને બહાર લઈ જઈ મિત્રની હત્યા

જુની અદાવતને લઈ કાવતરુ ઘડ્યુ : ૯ જેટલા શખ્સોએ મળીને યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી હત્યા
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 21:40:54 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 21:40:54 +0530

રાજકોટના જ્યુબિલી ચોકની ચકચારી ઘટના

રાજકોટના જ્યુબિલી ચોકમાં ગત મોડી રાત્રે એક યુવાનની તેના મિત્રોએ જ કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ આ બનાવની વિગતો એવી છે કે રાજકોટ શહેરના ભિસ્તીવાડમાં રહેતો અને ખાનગી કંપનીના શો રુમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો અસગર ઉર્ફે મોહસીન નામના ૩૦ વર્ષીય યુવાનને ગત મોડી રાત્રે ૧:૩૦ વાગ્યાની આસપાસ તેના ઘર નજીક રહેતા તેની જ કોમના ૯ જેટલા મિત્રોએ નાસ્તો કરવા માટે જ્યુબિલી ચોક બોલાવ્યો હતો.

ગત મોડી રાત્રે ૨ વાગ્યાની આસપાસ તમામ નાસ્તો કરી જ્યુબિલી ચોક ખાતે ઊભા હતા ત્યારે અસગર અને તેના અન્ય મિત્રો વચ્ચે જુની અદાવતના કારણે બોલાચાલી થઈ હતી. અગાઉથી ઘડેલા કાવતરા મુજબ નવ જેટલા શખ્સોએ અસગરને પ્રથમ ઢોર માર મારી ત્યારબાદ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અસગરની કરપીણ હત્યા કરી દીધી હતી.

અસગરની હત્યા કરવામાં આવ્યા બાદ તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા.  બનાવની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધ્યો હતો. જ્યારે મૃતક યુવકના પરિવારજનોને ઘટનાની જાણ થતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોલીસે હાલ આ મામલે ફરાર આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.