પીડીપી આતંકીઓ સાથે ભાઈચારો વધારી રહી છે, ભાજપ ચૂપ કેમ?

પીડીપી શું પાકનુ સમર્થન કરે છે?
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 13:10:17 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 22:18:13 +0530

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો માટે કામ કરતા લડાકુઓ ભારતના નાગરીક અને ભાઈઓ કઈ રીતે બન્યા? : શું પીડીપીને સમર્થન ભાજપની કોઈ મજબુરી છે? 

જમ્મુ-કાશ્મીરમાં એક રાજકીય પાર્ટી છે જેનુ નામ જમ્મુ એન્ડ કાશ્મીર પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી છે. લોકો તેને પીડીપી તરીકે ઓળખે છે. મુફ્તિ મોહમ્મદ સઈદ નામના વ્યક્તિએ આ પાર્ટી બનાવી હતી. વર્ષ ૨૦૧૫થી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના સમર્થનથી આ પાર્ટી સરકાર ચલાવી રહી છે. જેનુ સંચાલન અત્યારે મહેબુબા મુફ્તિ કરી રહ્યા છે. પાર્ટીના નામના ડેમોક્રેટિક એટલે કે લોકતાંત્રિક જેવા શબ્દને સ્થાન અપાયુ છે પરંતુ આ પાર્ટીના ધારાસભ્યો લોકશાહી અંતર્ગત મળેલ આઝાદીનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે.

દુઃખની વાત એ છે કે પીડીપીના ધારાસભ્યોને કાશ્મીરમાં લોહીની હોળી રમનાર આતંકવાદીઓ પોતાના ભાઈ લાગે છે.પીડીપીના ધારાસભ્ય એજાજ અહમદ મીરના મતે કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓના મોત પર દેશે ઉજવણી ન કરવી જોઈએ. કારણકે તે કાશ્મીરના નિવાસીઓ છે. આ હિસાબે પીડીપીના આ ધારાસભ્યના મતે બુરહાન વાની જેવા આતંકીઓ શહિદ છે અને ઝાકિર મુસા જેવા આતંકીઓ તેમના ભાઈ છે. લોકશાહીમાં મળેલ આઝાદીનો ગેરફાયદો ઉઠાવતા આ ધારાસભ્યએ એ પણ કહી દીધુ કે સરકારે કાશ્મીરની સમસ્યાનુ સમાધાન લાવવા હુર્રીયત કોન્ફરન્સ સહિતના અલગતાવાદી નેતાઓ સાથે ચર્ચા કરવી જોઈએ.

સૌથી મોટો સવાલ એ છે કે પીડીપીના ધારાસભ્ય આતંકવાદીઓ સાથે ભાઈચારો વધારવામાં વ્યસ્ત છે તો પછી તેમને સમર્થન આપનાર ભાજપ અને કેન્દ્ર સરકાર શું કરી રહી છે?

અજાજ અહમદ મીરના વાતો સાંભળીને એવુ લાગે છે કે, તેઓ કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓના સત્તાવાર પ્રવક્તા હોય. આતંકવાદીઓને પોતાના ભાઈ ગણાવતા આ ધારાસભ્યએ પહેલા આતંકીની હિસ્ટ્રી તપાસવી જોઈએ. કાશ્મીરમાં સક્રિય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખનુ નામ મસુદ અઝહર છે. આ સંગઠનને ઉભુ કરવામાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો મોટો હાથ છે. આ સંગઠનને યુનોએ પ્રતિબંધિત સંગઠન જાહેર કરેલુ છે. તેમજ તેનુ હેડક્વાર્ટર પણ પાકિસ્તાનના બહાવલપુરમાં આવેલ છે.

બીજુ એક સંગઠન છે હિઝબુલ મુજાહિદ્દીન જેનુ સંચાલન સૈયદ સલાઉદ્દીન કરે છે. આ સંગઠનને પણ યુનોએ પ્રતિબંધિત સંગઠન જાહેર કરેલ છે, તેનુ હેડક્વાર્ટર પાકિસ્તાનના મુજફ્ફરાબાદમાં છે. જ્યારે ત્રીજુ સંગઠન છે લશ્કર-એ-તૈયબા, જેનુ સંચાલન હાફિઝ સઈદ કરે છે. આ સંગઠન પર પણ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ છે. તેમજ તેનુ સંચાલન પણ પાકિસ્તાનથી જ કરવામાં આવે છે.

અહીં પીડીપી ધારાસભ્યને એ પુછવાનુ છે કે તમામ આતંકી સંગઠનોના હેડક્વાર્ટર પાકિસ્તાનમાં છે તો તેમના માટે લડનાર આતંકવાદીઓ ભારતીયો ક્યાંથી બની ગયા? ૨૦૧૭માં કાશ્મીરી ઘાટીમાં ૨૦૬ આતંકવાદીઓ ઠાર થયા છે જેમાં ૮૦ આતંકીઓ એવા હતા કે જેમને અલગ અલગ સંગઠનોએ પેરોલ પર રાખ્યા હતા. એટલે કે એક રીતે તેઓ નોકરી કરી રહ્યા હતા. તો પછી પાકિસ્તાની સંગઠનમાં નોકરી કરતા અને ભારતને નુકશાન પહોંચાડતા આતંકીઓ ભારતના ભાઈઓ ક્યાંથી બન્યા? સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ મામલે ભાજપ ચૂપ કેમ છે?

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.