પાટીદારો-સરકાર વચ્ચે હવે સમાધાન માટે ૨૬મીએ બેઠક

બેઠકમાં નીતિન પટેલ, જીતુ વાઘાણી ઉપરાંત ૧૦૦થી વધુ પાટીદાર અગ્રણીઓ રહેશે હાજરઃસમાધાનના પ્રયત્ન
By: admin   PUBLISHED: Thu, 21 Sep 2017 22:57:06 +0530 | UPDATED: Sat, 23 Sep 2017 15:18:14 +0530

સરકારે ચર્ચા માટે પાટીદારોને આપ્યુ આમંત્રણ

ગુજરાતમાં આ વખતે પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપ સરકાર ભીંસમાં મુકાઈ છે, ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર ફેક્ટર કોઈ વિઘ્ન ઉભુ ન કરે તે માટે સરકાર હવે પાટીદારો સાથે સમાધાન માટે તૈયાર થઈ છે. સરકારે પાટીદારોને સમાજના પ્રશ્નોની ચર્ચા કરી તેને ઉકેલવા માટે આમંત્રણ મોકલ્યુ છે. આગામી ૨૬ સપ્ટેમ્બરે સરકાર અને પાટીદાર સમાજના ૧૦૦ જેટલા અગ્રણીઓ વચ્ચે એક બેઠક યોજાશે.

ગાંધીનગરમાં યોજાનાર આ બેઠકમાં હાજર રહેવા ખૂદ નાયબ મુખ્યમંત્રની નીતિન પટેલ પાટીદાર અગ્રણીઓને પત્ર લખશે. આ બેઠકમાં હાજર રહેવા એસપીજીના આગેવાનોને પણ આમંત્રણ અપાશે. જ્યારે સરકાર તરફથી નીતિન પટેલ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહેશે.

આ ઉપરાંત ઉંઝા ઉમિયામાતા સંસ્થાન, કાગવડ ખોડલધામ, સીદસર ટ્રસ્ટ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ, સુરત પાટીદાર સમાજ, શ્રી સરદાર ધામ અમદાવાદ સહિતની સંસ્થાના અગ્રણીઓને પણ આ બેઠક માટે આમંત્રણ આપવામાં આવશે.

આ પહેલા હાર્દિક પટેલે ખોડલધામના આગેવાનો અને ટ્રસ્ટીઓ સાથેની બેઠકમાં એવી ખાતરી આપી હતી કે જો સરકાર પાટીદારોના પ્રશ્ન મુદ્દે ચર્ચા કરી તેનુ નિરાકરણ લાવવાની લેખિત બાંહેધરી આપે તો તે સરકાર સાથે સમાધાન માટે તૈયાર છે. જેના પગલે સરકાર દ્વારા આ સમાધાન બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે. જોકે, બેઠકમાં જશું નિર્ણય લેવાય છે તેની ખબર ૨૬ સપ્ટેમ્બરે યોજાનાર બેઠક બાદ સામે આવશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.