40 રૂપિયે લીટર દૂધ વેચશે બાબા રામદેવ,પતંજલીએ ઝંપલાવ્યું ડેરી પ્રોડક્ટમાં

પંતજલીએ ડેરી પ્રોડક્ટ શરૂ કરી
By: Monika Vyas   PUBLISHED: Fri, 14 Sep 2018 12:12:29 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 22:43:52 +0530


પંતજલી      

દેશના એફએમસીજી માર્કેટમાં બાબા રામદેવની કંપની પતંજલિ પોતાનો દબદબો સ્થાપિત કરવા માંગે છે. હવે બાબા રામદેવની કંપની માર્કેટમાં પોતાની ડેરી પ્રોડક્ટ લઈને આવી છે. રામદેવના સંચાલન હેઠળની પતંજલિ આયુર્વેદ કંપનીએ ગાયનું દૂધ, દહીં,ચીઝ અને પનીર તથા  દૂધ-આધારીત ઉત્પાદનો લોન્ચ કરીને ડેરી ઉદ્યોગમાં ઝંપલાવ્યાની જાહેરાત કરી છે.

પંતજલીએ દુધ વેચવા માટે દેશના 56,000 જેટલી ડેરીઓ અને દુધ વેચનારા વેપારીઓ સાથે ટાઇ અપ કર્યું છે.પતંજલીના કહેવા પ્રમાણે રોજના 10 લાખ લિટર દૂધનું ઉત્પાદન કરીને વેચવામાં આવશે.પંતજલી માર્કેટમાં 40 રૂપિયે લીટર દૂધને વેચશે જે હાલના દૂધ ઉત્પાદકોના ભાવ કરતાં 2 રૂપિયા ઓછું હશે.

પતંજલિએ ડેરી સેક્ટરમાં પ્રોડક્ટ પોર્ટફોલિયોનો વિસ્તાર કરીને દૂધ, દહીં, છાશ અને પનીર લોન્ચ કર્યા છે. ઉત્તરાખંડના હરીદ્વાર Âસ્થત પતંજલિએ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રુપિયા ૧ હજાર કરોડના ઉત્પાદન વેચાણનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જ્યારે આ સેગમેન્ટમાંથી વર્તમાન નાણાંકીય વર્ષમાં રુપિયા ૫૦૦ કરોડનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

પતંજલિએ પ્રથમ તબક્કામાં દિલ્હી-રાષ્ટ્રીય પાટનગર, મુંબઈ, પૂણે અને રાજસ્થાનમાં દૂધ સપ્લાય કરવા માટે ૫૬ હજાર રીટેલર સાથે સહયોગ કર્યો છે. રામદેવે જણાવ્યુ કે, અમે પ્રતિદિન ૧૦ લાખ લીટર દૂધનુ વેચાણ કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. રેગ્લુયર દૂધ ઉપરાંત પતંજલિ ટેટ્રા પેકમાં દૂધ તથા દૂધ સંબંધિત ઉત્પાદનો પણ માર્કેટમાં રજુ કરવાની છે. કંપની પોતાના નેટવર્ક મારફત સીધુ કિસાનો પાસેથી જ દૂધ મેળવશે, એમ બાબા રામદેવે જણાવ્યુ હતું.  રામદેવે વધુમાં જણાવ્યુ હતું કે, અમારી કંપનીનુ દૂધ અન્ય સ્થાપિત બ્રાંડના દૂધ કરતા બે રુપિયા સસ્તુ હશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.